________________
પ્રબંધ.] રામકિત અધિકાર.
૨૫૩ મૂલાર્થ –અસદ્ગહથી આચ્છાદિત થયેલી બુદ્ધિવાળે મનુષ્ય કુતરૂપી દાત્ર (દાતરડા) વડે તત્વરૂપી લતાને છેદે છે, દેષરૂપી વૃક્ષને રસથી સિંચે છે, અને સમતા નામનું મિષ્ટ ફળ નીચે ફેંકી દે છે. ૧૫૩.
ટીકાર્થ–પૂર્વે કહેલા અસહવડે જેની બુદ્ધિ આચ્છાદિત-લુપ્ત થઈ ગઈ છે એ મનુષ્ય દુષ્ટ તર્કરૂપી એટલે વિતર્ક ઉપજાવેલી બુદ્ધિના વ્યાપારવાળા ન્યાયરૂપી દાત્રવડે-ત્રણ કાપવાના શસ્ત્ર (દાતરડા) વડે તત્વરૂપી-અનારોપિત વસ્તુના સદ્દભાવરૂપી વલ્લીને–કલ્પલતાને છેદે છે, તથા દેવ એટલે મિથ્યાત્વ, અવિરતિ અને કષાયાદિ પાપવ્યાપારરૂપી વૃક્ષને-ધતૂરાદિક વૃક્ષ વિશેષને રસથી–પ્રેમરૂપી જળથી સિંચે છે–પ્રીતિ રૂપી જળ પાઈને વૃદ્ધિ પમાડે છે, અર્થાત્ દેષનું આચરણ કરવામાં પ્રેમવાળો થાય છે, તથા સમતારૂપી એટલે સર્વત્ર તુલ્યદષ્ટિરૂપી મધુર ફળને-જ્ઞાનથી પામવા લાયક સમતાને પરિણામને શુષ્ક વાદાદિકે કરીને નીચે ફેંકી દે છે-અગતિમાં નાંખે છે. ૧૫૩.
અસરગ્રહવાળો પુરૂષ ઉપદેશને અગ્ય છે, તે બતાવે છે – असनगावमये हि चित्ते न वापि सद्भावरसप्रवेशः। इहांकुरश्चित्तविशुद्धबोधः सिद्धान्तवाचां बत कोऽपराधः१५४
મલાર્થ—અસગ્રહરૂપી પાષાણમય ચિત્તને વિષે કદાપિ સભાવરૂપ રસને પ્રવેશ થતો નથી. તથા તે ચિત્તને વિષે મનને વિશુદ્ધિયુક્ત બેધરૂપી અંકુર પણ કદાપિ ઉત્પન્ન થતો નથી. તેમાં સિદ્ધાંતની વાણુને શે. દેષ? કાંઈ જ નહીં. ૧૫૪.
ટીકાર્થ-નિરો અસક્ઝહરૂપી કાળા પત્થરમય ચિત્તને વિષે શુદ્ધ આશયરૂપ એટલે યથાસ્થિત વસ્તુ સ્વરૂપને સ્વીકાર કરનાર પરિહુમરૂપ રસ-જળપ્રવાહને પ્રવેશ કઈ પણ કાળે થતો નથી. તથા આ અસગ્રહરૂપ પાષાણમય ચિત્તમાં મનને વિશેષ શુદ્ધ એટલે નિર્મળ વિશુદ્ધિયુક્ત બોધરૂપ અર્થાત્ જ્ઞાનવિકાસરૂપ અંકુર-બીજની ઉત્પત્તિ પણ કદાપિ કઈ પણ અસહવાળા મનુષ્યને વિષે થતી નથી. તે તેમાં સિદ્ધાન્તની વાણુને એટલે વિશુદ્ધ જિનાગમની વાણુંનો શે અપરાધ છે? તે વાણુને અભ્યાસ, શ્રવણ વિગેરે કર્યા છતાં પણ પૂર્વોક્ત ગુણની પ્રાપ્તિ ન થાય તેમાં તેને શો દોષ? કાંઈ પણ નહીં. ૧૫૪.
અસહ કિયાને ફળને નાશ કરનાર છે, તે કહે છે – व्रतानि चीर्णानि तपोऽपि तप्तं कृता प्रयत्नेन च पिंडशुद्धिः। अभूत्फलं यत्तु न निह्नवानामसद्धहस्यैव हि सोऽपराधः १५५
Aho I Shratgyanam