________________
પ્રબંધ ]
સમકિત અધિકાર.
હવે તે અમેક્ષવાદીના મતના નિરાસ કરે છે.-तदेतदत्य संबद्धं यन्मिथो हेतुकार्ययोः । संतानानादिता बीजांकुरवदेहकर्मणोः ॥ १२३ ॥ મૂલાથે—તે આ મત અત્યંત અસંગત છે. કારણ કે પરસ્પર કારણ અને કાર્યરૂપ દેહ અને કર્મનું, બીજ અને અંકુરાની જેમ પ્રવાહવડે (પરંપરા વડે) અનાદિપણું છે. ૧૨૩.
૩૩૦
ટીકાથ—તેથી એટલે આગળ કહેવામાં આવશે એવા કારણથી આ હમણાં કહેલું વાદીનું વાકય અત્યંત અસંખટ્ટ-અસંગત અર્થાત્ અયેાગ્ય છે. કારણ કે પરસ્પર કારણ અને કાર્યરૂપ દેહ-કર્મનું કાર્યરૂપ શરીર અને કર્મ તે શરીરનું કારણ તે બન્નેનું શાળ વિગેરે બીજ અને તેના અંકુરા-નવીન ઉત્પત્તિ એ બન્નેની જેમ અનાદિ પરંપરા છે તેમ સંતાનવડે પ્રવાહ વડે અનાદિપણું છે. પણ આત્મા અને આકાશની જેમ નથી. કેમકે આત્મા અને આકાશના સંયોગ તા સંસારમાં અને મેાક્ષમાં સર્વત્ર છે. ભાવાર્થ એ છે કે-જેમ ખીજમાં રહેલી અંકુરાને ઉત્પન્ન કરવાની શક્તિ બીજા બીજના પ્રવાહની અપેક્ષાએ અનાદિ છે, તેા પણ બીજને ચિરકાળ વીત્યા પછી અથવા અગ્નિ વગેરેના સ્પર્શવડે તે શક્તિ હણાઈ જાય છે, તેથી ફરીને અંકુર ધારણ કરતી નથી, તેજ રીતે અપર અપર કાળના ક્રમે કરીને કરાતા જીવકર્મના સંબંધ પ્રવાહની અપેક્ષાએ અનાદિ છતાં પણ તપ, ધ્યાન વિગેરે વડે શક્તિ રહિત થઈને ભવરૂપી અંકુરાને અનુત્પાદક થવાથી જીવ તેનાથી મુક્ત થાય છે. ૧૨૩,
વાદીએ પ્રથમ કહ્યું કે-પ્રથમ, પછી અથવા સાથે જીવ અને કર્મના સંબંધ ઉત્પન્ન થતા નથી.' તે પણ અસત્ય છે, તે કહે છે.—— कर्ता कर्मान्ति देहे जीवः कर्मणि देहयुकं । क्रियाफलोपभुकुंभे दंडान्वितकुलालवत् ॥ १२४ ॥
મૂલાઈ —જીવ કર્મવર્ડ યુક્ત છતા જ દેહને વિષે કર્તા થાય છે, અને દેહે કરીને યુક્ત છતા જ કર્મને વિષે કર્તા થાય છે, અને કુંભને વિષે દંડે કરીને યુક્ત કુંભકારની જેમ દેહ અને કર્મે કરીને યુક્ત એવા જીવ ક્રિયાના ફળના ભાક્તા થાય છે. ૧૨૪.
ટીકાર્થ—ટવ એટલે આત્મા અનાદિ પરંપરાએ કરીને પૂર્વે કરેલા કર્મોથી યુક્ત છતા જ દેહને વિષે એટલે શરીર ઉત્પન્ન કરવામાં કર્તા થાય છે. તથા દેહે કરીને એટલે અનાદિ પ્રવાહથી ઉત્પન્ન કરેલા
Aho! Shrutgyanam