________________
પ્રબંધ! સમકિત અધિકાર.
૨૨૫ મૂલાર્થે–આ ચિરકાળ સ્થાયી એક આત્માને વિષે વિષયને બાધ આવતું નથી. કારણ કે જેમાં તમારા મનમાં ક્ષણિક આત્માને વિષે પણ નાના પ્રકારના જ્ઞાનને સંબંધ કરવામાં એકતા રૂ૫ દોષ આવતે નથી, તેમ સ્થિર આત્માને વિષે નાના પ્રકારના (ઘણું) ક્ષણેને સંબંધ કરવામાં પણ કાંઈ દેષ આવતું નથી. ૯૭
ટીકાઈ–જે કારણ માટે આ અનેક ક્ષણ સુધી રહેનારા એક જ આત્માને વિષે વિષયને બાધ એટલે અનેક ક્ષણમાં વર્તનારા વિષયોને એક જ વિષયી (આશ્રય) હોવા છતાં પણ વિષયથી કરેલ બાધ-દેષ આવતા નથી. કેમકે અનેક વિષયની પણ અનેક ક્ષણ સુધી સ્થિતિ હોય છે, માટે કાંઈ પણ દોષ લાગતો નથી. કારણ કે ક્ષણસ્થાયી આત્માને વિષે પણ નાના પ્રકારના એટલે શ્વેત, રક્ત, પીત વિગેરે વિષને ગ્રહણ કરવામાં વિચિત્ર પ્રકારના જ્ઞાનના અન્વયમાં એટલે પરંપરાના સંબંધમાં તમે માનેલી એકતાનો દોષ આવતા નથી. તે જ પ્રમાણે ચિરકાળ સ્થાયી સનાતન આત્માને વિષે અનેક ક્ષણસ્થાયી કરવા રૂપ અન્વયવાળા વિષયમાં કઈ પણુ દોષ આવતું નથી. કેમકે સર્વ પદાર્થો ઉત્પત્તિ અને નાશ વંત છે. ૯૭. વળી હે બૌદ્ધ!સાંભળ– नानाकार्यैक्यकरणस्वाभाव्ये च विरुध्यते । स्थाद्वादसंनिवेशेन नित्यत्वेऽर्थक्रिया न हि ॥ ९८॥
મલાર્થ-નાના પ્રકારના કાર્યોની એકતા કરવાને સ્વભાવ માનવાથી સ્યાદ્વાદના સ્થાપન વડે નિત્ય આત્માને વિષે અર્થક્રિયાને વિરોધ નથી. ૯૮.
ટીકાળું–નાના પ્રકારનાં એટલે અનેક ક્ષણમાં રહેલા સ્થિત્યાદિક કાર્યોની એક કર્તાના કરણુ રૂપ એકતાને એટલે એકને અનેક કાર્ય કરવાને
સ્વભાવ હેવામાં સ્યાદ્વાદના સ્થાપનવડે એટલે દરેક વસ્તુનું કથંચિત નિત્યપણું છે અને કર્થચિત્ અનિત્યપણું છે, ઈત્યાદિ સ્યાદ્વાદને અંગીકાર કરવાવડે નિત્ય એટલે સનાતન ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યરૂપ જીવને વિષે સ્થિતિ, ઉત્પત્તિ અને નાશરૂપ અર્થક્રિયા વિરોધ પામતી નથી. ૯૮.
તે વસ્તુનું અનેક સ્વભાવપણું અંગીકાર કર્યાવિના કોઈ પણ કાર્ય સિદ્ધ થતું નથી. તેથી નિત્યપણું, અનિત્યપણું વિગેરે અનેક સ્વભાવિવાળી વસ્તુને સ્વીકાર કરવો જોઈએ, એમ બીજાને ઉપદેશ આપે છે –
૨૯
Aho ! Shrutgyanam