________________
૨૨૪
અધ્યાત્મસાર ભાષાંતર [ચતુર્થ* ટીકાર્ય–તે પૂર્વે કહેલા કદ્રપના વિશેષવાળા જીવને વિષે વિજાત્ય એટલે વિભિન્ન જાતિ-ધર્મ અર્થાત્ ક્ષણેતરે થવાની બીજી કિયા વિજાતિ કહેવાય છે. તે વિજાતિનું જે કર્મ તે વૈજાત્ય અર્થાત વિશેષણ. તે વિશેષણ વિના પૂર્વે અનુભવેલાનું સ્મરણ બીજા ક્ષણમાં સ્થિતિ નહીં હવાથી થશે નહીં. કેમકે તે સ્મરણું વિશેષ પ્રકારના સમયમાં જે રહેલું હોય તેનું જ થઈ શકે છે. તે પૂર્વે અનુભવેલાના
સ્મરણ વિના અનુમાન પ્રમાણનું જ્ઞાન પણ નહીં થાય, ને અનુમાન વિના તે કુપની સિદ્ધિ એટલે નિશ્ચય નહીં થાય. અને કુર્વિદ્રપના નિશ્ચય વિના પ્રત્યક્ષ પ્રમાણ પણ નહીં થાય. બીજી ક્રિયાને સમયમાં પૂર્વ ક્રિયાને અભાવ હોવાથી તે બૌદ્ધના મતમાં સર્વ પ્રમાણેને અભાવ છે. ૫. - હવે લોકને વિષે પ્રત્યભિજ્ઞા જ્ઞાન અનુભવમાં આવે છે, માટે . ક્ષણિકપણું છે જ નહીં, તે બતાવે છે–
एकताप्रत्यभिज्ञानं क्षणिकत्वं च बाधते । योऽहमन्वभवं सोऽहं स्मरामीत्यवधारणात् ॥ ९६ ॥
મૂલાર્થ–એકપણાનું પ્રત્યભિજ્ઞાન ક્ષણિકપણાને બાધ કરે છે. કારણ કે જે મેં પ્રથમ અનુભવ્યું હતું, તે હું તેને સંભારું છું એવો નિશ્ચય થાય છે. ૯૬,
ટાર્થ એકપણાનું એટલે પૂર્વના અને પછીના સર્વ ક્ષણે વિષે એક જ અનુભવ કરનાર હેવાપણાનું પ્રત્યભિજ્ઞાન એટલે “જે મેં પ્રથમ જે હતું તે જ આ છે.” એવા પ્રકારનું જ્ઞાન ક્ષણિક પણને બાધ-નિષેધ કરે છે. કારણ કે “જે હું દેવદત્ત પ્રથમ સુખદિકને અનુભવ કરતું હતું, તે જ હું તે સુખાદિકને જાણું છું.” એ પ્રમાણે પૂર્વના સંબંધને નિશ્ચય થાય છે એટલે સર્વ પરના સંબંધથી સ્વસંબંધને નિર્ધાર થાય છે. તેથી ક્ષણિકપણને નિરાસ થાય છે. કારણ કે ક્ષણિકવાદને વિષે પૂર્વાપરના સંબંધની એકતા રૂપ પ્રત્યભિજ્ઞાન સંભવતું જ નથી. ક.
અહીં બૌદ્ધ શંકા કરે છે કે એમ માનવાથી એક આત્માને અનેક વિષયમાં વર્તવા રૂપ દોષ પ્રાપ્ત થાય છે. એવી શંકાની નિવૃત્તિ માટે કહે છે
नास्मिन् विषयबाधो यत्क्षणिकेऽपि यथैकता । नानाज्ञानान्वये तद्वत् स्थिरे नानाक्षणान्वये ॥ ९७ ॥
Aho ! Shrutgyanam