________________
પ્રબંધ. 1
સંમતિ અધિકાર:
L
ટીકાર્ય—કેવળ શરીરને જ આત્મા-જીવ માનવાથી પૂર્વે આવસ્થામાં અનુભવેલા સુખ દુઃખાદિકનું ખીજે કાળે, બાળકને જન્માંતરમાં માતાના સ્તનપાનના સ્મરણની જેમ સ્મરણ થશે નહીં. કેમકે તે શરીર તેા જડ છે. વળી તે એકલા શરીરની આલત્વાદિક દશાના ભે દથી—ખાય, ચૌવન અને વૃદ્ધત્યાદિ અવસ્થારૂપ ભેદથી અવસ્થિતિ નથી-તેનું અન્યથાપણું થવાથી સર્વ અવસ્થામાં એકપણું રહેતું નથી અને અહંકારની પ્રતીતિ તે સર્વ અવસ્થામાં એક જ રીતની છે. માટે તે શરીરના ધર્મ થઈ શકતા નથી. ૭૬.
શરીર અને આત્માની એકયતા ન હેાવામાં ફરીથી યુક્તિ બતાવે છે नात्माङ्गं विगमेऽप्यस्य तल्लब्धानुस्मृतिर्यतः । व्यये गृहगवाक्षस्य तल्लब्धार्थाधिगन्तृवत् ॥ ७७ ॥
મૂલાથે—વળી શરીર આત્મા કહી શકાશે નહીં. કારણ કે તે અંગના નાશ થયા પછી પણ પૂર્વે તે અંગથી પ્રાપ્ત થયેલા (જાણેલા) પદાર્થનું સ્મરણ થઈ શકે છે. જેમ ઘરના ગવાક્ષ (ખારી ) ના નાશ થવાથી ( પડી જવાથી) પણ તે ગવાક્ષથી પ્રાપ્ત થયેલા પદાર્થને જા ણુનાર માણુસને તેની સ્મૃતિ થાય છે તેમ. ૭૭.
ટીકાશું—અંગ-શરીર જ આત્મા થઈ શકાતા નથી. કેમકે તેમાં ભેદ જોવામાં આવે છે. જુએ આ શરીરના ચક્ષુ વિગેરે અંગના નાશ થયાથી પણ તે ચક્ષુ વિગેરે અંગવડે પ્રાપ્ત થયેલા રૂપાદિક વિષયની સ્મૃતિ કાળાંતરે આ આત્માને થાય છે. કેાની જેમ ? તે કહેછે.—શરીરની જેવા ઘરના નેત્રાદિક તુલ્ય ગવાક્ષના નાશ થવાથી પશુ-તે પડી જવાથી પણ તે ગૃહગવાક્ષથી પ્રાપ્ત થયેલા રૂપાદિક પદાર્થોના જાણુનાર દેવદત્તાદિક પુરૂષની જેમ. અર્થાત્ શરીરરૂપ ઘરનેવિષે રહેલા આત્મા ઇંદ્રિયારૂપ ગવાક્ષના સમૂહવડે પૂર્વે જોયેલા શબ્દાદિક પાંચે વિષયાનું સ્મરણ કરે છે. માટે ગૃહ અને ગવાક્ષથી જેમ પુરૂષ ભિન્ન છે, તેમ શરીર અને ઇંદ્રિયાથી ભિન્ન એવા આત્માને જ સ્મૃતિ થાય છે.ડ૭.
આ પ્રમાણે સાંભળીને વાદી કહે છે કે-ચક્ષુ વિગેરે અંગના નાશ થવાથી જે અનુભવેલા પદાર્થની સ્મૃતિ થાય છે, તે દેહથી ઉત્પન્ન થયેલા ચૈતન્યને જ સ્મૃતિ થાય છે. પણ દેહથી વ્યતિરિક્ત ( ભિન્ન ) એવા આત્માને તે સ્મૃતિ થતી નથી, તે કહે છે.
न दोषः कारणात् कार्ये वासनासंक्रमाच्च न । भ्रूणस्य स्मरणापत्तेरंबानुभवसंक्रमात् ॥ ७८ ॥
Aho! Shrutgyanam