________________
પ્રબંધ ]
સમકિત અધિકાર..
૨૦૩
ટીકાથે—પાંચ મહાભૂતથી વ્યતિરિક્ત ભવાન્તરમાં જનારો કોઈ આત્મા છે નહીં ૧. તથા અનુત્પન્ન, અવિનશ્વર અને એક સ્થિરતાના સ્વભાવવાળા નિત્ય આત્મા છે ૨. તથા આત્મા નિષ્ક્રિય હાવાથી કોઈપણ ક્રિયાના કર્મને કૉ-કરનાર નથી ૩. તથા આત્મા અકર્તા હોવાથી ભાક્તા-કરેલા કર્મના ફળને ભગવનારો નથી ૪. તથા કર્મના બંધના અભાવ હાવાથી તે આત્મા મુક્ત પણ થતા નથી પુ. તથા તે મેક્ષ મેળવવાના કાંઈપણ ઉપાય-સાધન નથી, કારણકે જીવ અને કર્મના સંબંધ અનાદિ હોવાથી તેના વિયોગ થતા નથી ૬. એ પ્રમાણે જિનેશ્વરાએ મિથ્યાત્વનાં છ પદા-સ્થાનકો કહેલાં છે. ૬૦.
એમ કહેનારાનું મિથ્યાત્વીપણું શી રીતે કહેવાય? તે શંકાપર સમાધાન કરે છે.-~~
एतैर्यस्माद्भवेच्छुद्धव्यवहारविलंघनम् ।
अयमेव च मिथ्यात्वध्वंसी सदुपदेशतः ॥ ६१ ॥ ભૂલાથે—જેથી કરીને આ છ સ્થાનાવડે શુદ્ધ વ્યવહારનું ઉલ્લંઘન થાય છે, તથા આ વ્યવહાર જ શુદ્ધ ઉપદેશને લીધે મિથ્યાત્વના નાશ કરનાર થાય છે. ૬૧.
-
ટીકાર્ય—જેથી કરીને કહેવામાં આવશે તેવા કારણે કરીને આ ઉપર કહેલા “ આત્મા નથી. ” વિગેરે છ સ્થાનાએ કરીને સર્વ જન સંમત ન્યાયની યુક્તિથી યુક્ત એવા વ્યવહારનું ઉલ્લંઘન થાય છે. માક્ષાદિ સમગ્ર સુખને પ્રાપ્ત કરનાર દાન શીલ વિગેરે સ્વરૂપવાળા અને ઉત્પાદ, વ્યય, ધ્રુવરૂપ વાસ્તવિક લેાકેાત્તર વ્યવહારનું ઉલ્લંઘન થાયછે, તથા ખેતી, વ્યાપાર વિગેરે લૌકિક પ્રવૃત્તિરૂપ વ્યવહારનું પણ ઉલ્લંઘન થાયછે. એમ ત્રણ પ્રકારના વ્યવહારનું વિશેષે કરીને ઉલ્લંઘન-નાશ થાયછે અને આ ઉલ્લંઘન સર્વેને અનિષ્ટ છે તથા આ શુદ્ધે વ્યવહાર જ સદુપદેશ થકીસદેશના વ્યવહારમય હાવાથી યથાર્થ સત્ય પદાર્થના ઉપદેશ-કહેવું, તે સદેશનાના ઉપર કહેલા ` આત્માના વિરોધી અને વ્યવહારના લેપ કરનારા છએ સ્થાનામાં અસંભવ છે. તેથી એટલે તે સદુપદેશ અસદેશનાદિરૂપ મિથ્યાત્વના નાશ કરે છે. માટે એ છ સ્થાના મિથ્યાત્વમય છે. ૬૧.
એ જ વાતને પુષ્ટ કરે છે.—
नास्तित्वादिप्रहे नैवोपदेशो नोपदेशकः ।
ततः कस्योपकारः स्यात्संदेहादिव्युदासतः ॥ ६२ ॥
Aho! Shrutgyanam