________________
ર૦ર અધ્યાત્મસાર ભાષાંતર.
ચતુર્થવિના-ખંડિત કર્યા વિના ધારણ કરનારા ભવ્ય જીવોનું સમ્યકત્વ નિ&ળપણને પામે છે. આ સમકિતના અધિકારમાં પ્રથમ જે અન્ય મતવાળાનું તથા તેમનાં શાસ્ત્રનું હિંસા અહિંસાનું અસંભવાદિક કહ્યું, તે તેમણે એકાંતપણે નિત્ય અથવા અનિત્ય એવા આત્માદિક વસ્તુને સ્વીકાર કરેલું હોવાથી અહિંસાદિક આશયની અનુત્પત્તિ થાય છે તેથી કહ્યું છે. કારણ કે સર્વથા અવિનશ્વર માનવાથી હિંસા કરનારને કરૂણ હેઈ શકતી નથી. જેમકે અર્જુનને શ્રીકૃષ્ણે કહ્યું હતું કે-“આ જી મરતા નથી, પણ જીર્ણ શરીરનો ત્યાગ કરીને નવા શરીરને પામે છે.” તથા સર્વથા અનિત્ય માનવાથી જીવના અભાવની જ બુદ્ધિ થાય છે, તેથી કેને વિષે કરૂણું થાય? ન જ થાય. ૫૮. . તિ સચવવાધિ
સમ્યકત્વની શુદ્ધિ મિથ્યાત્વનો ત્યાગ કરવાથી થાય છે. તે મિથ્યાત્વનું સ્વરૂપ જાણ્યું ન હોય, ત્યાં સુધી તેને ત્યાગ કરી શકાતું નથી. તેથી આ બીજા અધિકારમાં મિથ્યાત્વનું સ્વરૂપ કહે છે –
मिथ्यात्वत्यागतः शुद्धं सम्यक्त्वं जायतेऽङ्गिनाम् ।
अतस्तत्परिहाराय यतितव्यं महात्मना ॥ ५९॥ મૂલાથે–મિથ્યાત્વને ત્યાગ કરવાથી પ્રાણુઓને શુદ્ધ સમ્યકત્વ પ્રાપ્ત થાય છે, તેથી તે (મિથ્યાત્વ)ના ત્યાગને માટે મહાત્માએ યત કર. ૫૯,
કાર્થ-જિનેશ્વરના ઉપદેશથી વિપરીત પણે વસ્તુપર શ્રદ્ધા રાખવી અથવા તેને જાણવી તે રૂ૫ મિથ્યાત્વને ત્યાગ કરવાથી, પ્રાણીઓની સમ્યગદષ્ટિ શુદ્ધ થાય છે, માટે મહાત્માએસપુરૂષે તે મિથ્યાત્વના ત્યાગને માટે–મૂળથી જ ઉખેડી નાંખવા માટે યત કર-ઉદ્યમ કર. ૫૯
તે મિથ્યાત્વને ત્યાગ આત્મસ્વરૂપને વિષે વિપ્રતિપત્તિને દૂર કરવાથી થાય છે. વિપ્રતિપત્તિએ છ પ્રકારની છે, તે આ પ્રમાણે
नास्ति नित्यो न कर्ता च न भोक्तात्मा न निर्वृतः। तदुपायश्च नेत्याहुर्मिथ्यात्वस्य पदानि षट् ॥ ६॥
મૂલાર્થ– આત્મા નથી, આત્મા નિત્ય છે, આત્મા કર્તા નથી, ભોક્તા નથી, મુકત નથી તથા તેને (મેક્ષ) ઉપાય કાંઈ પણ નથી. એ પ્રમાણે મિથ્યાત્વનાં છ પદે (સ્થાન) કહેલાં છે. ૬૦.
Aho ! Shrutgyanam