________________
પ્રબંધ. ]
સમકિત અધિકાર.
૧૮૫
જ
સ્થિરસ્વભાવપણું સિદ્ધ થાય તે તે આત્માને શરીરની સાથે પણ સંબંધ સંભવતા નથી, તે પછી બીજા ધન, કુટુંબ અને ભવન વિગેરેની સાથે તા કયાંથી જ સંભવે ? વળી શરીરની સાથે સંબંધ જ સંભવતા નથી, તેા પછી હિંસાદિકની તા શી વાત કરવી? એટલે હિંસાદિક ત કયાંથી જ સંભવે ? કારણ કે શરીરના સંબંધ તા કોઈપણ પ્રકારે અનિત્ય અને ક્રિયાવાળા જે હાય તેને જ સિદ્ધ છે. તથા એક જ આત્માનું વિભ્રુપણું–સમગ્ર વ્યાપકપણું સિદ્ધ થવાથી ખરેખર ઘણા જન્મમરણના પરાવર્તરૂપ સંસાર કલ્પિત નર નારક વિગેરે ભેદવાળા નહીં થાય. સકલ લેાકમાં વ્યાપીને રહેલા એકજ આત્માને જન્મમરણુ પ્રાપ્ત થવાથી સમગ્ર જગતનાં એક સાથે જ જન્મમરણ થશે. કારણ કે વ્યાપકપણાએ કરીને સર્વદા સર્વત્ર રહેલા હેાવાથી તેના વિભાગ જ થઈ શકશે નહીં. ૨૮.
શરીરના સંબંધાદિકના અભાવ કેમ કહેા છે ? એ શંકાનું નિરાકરણ કરવા માટે કહે છે.—
आत्मक्रियां विना च स्यान्मिताणुग्रहणं कथम् । कथं संयोगभेदादिकल्पना चापि युज्यते ॥ २९ ॥ મૂલાથે આત્માની ક્રિયા વિના ( તે આત્માને ) પરિમિત પરમાણુઓનું ગ્રહણ શી રીતે થાય? ન જ થાય. તથા સંયોગ અને ભેદ વિગેરેની કલ્પના પણ શી રીતે યુક્ત થાય? ન જ થાય. ૨૯.
ટીકાથે—હૈ પ્રાન ! શરીરના સંબંધને અભાવ આ કારણથી જોગુવા.—આત્મક્રિયા એટલે જીવની ક્રિયા વિના–રાગાદિકના અધ્યવસાય વડે જીવપ્રદેશાના સ્ફુરણારૂપ વ્યાપાર વિના પરિમિત પરમાણુઓનું ગ્રહણ-શરીરના ઉપાદાન કારણરૂપ પરિમિત એટલે નીપજાવવા લાયક શરીરને યોગ્ય પ્રમાણુવાળા પરમાણુઓનું ગ્રહણ શી રીતે થઈ શકે? પરિમિત અણુઓને ગ્રહણ કરવામાં કોઈ નિયામક ન હોય તો પરમાણુઓના સમુદાય પાતે જ ઘણા માટે અથવા ઘણા નાના પ્રાપ્ત થઈ જાય. તથા સંયોગ-ગ્રહણુ કરેલા પરમાણુઓના પરસ્પર મળવાથી મસ્તક વિગેરે અંગની રચના અને ભેદ-પૂર્વે ગ્રહણ કરેલા પરમાણુઆના વિયાગ, એ વિગેરે એટલે વેદનાદિકની કલ્પના-રચના પણુ જીવના વ્યાપાર વિના શી રીતે થઈ શકે ? કાઈપણ પ્રકારે થાય નહીં. અહીં ભાવાર્થ એ છે કે—જેવા જીવપ્રદેશની સ્ફુરણારૂપ વ્યાપાર થાય છે તેવા પુગળના રાશિએ ગ્રહણ થાય છે, અને તે તે જ આત્માના વ્યાપારથી શરીરને વિષે અંગે પાંગપણે પરિણામ પામે છે,
૨૪
Aho! Shrutgyanam