________________
૧૭૨
અધ્યાત્મસાર ભાષાંતર.
[ ચતુર્થ
થાય છે, કદામહ રહેતા નથી, પ્રકૃષ્ટ રૂચિ ( શ્રદ્ધા) ઉત્પન્ન થાય છે, તથા ન્યાય માર્ગમાં પ્રવૃત્તિ થાય છે. કાની જેમ ? તેમાં દૃષ્ટાંત કહે છે. અન્ને નેત્રોમાં કીકીની જેમ તે સમકિત સારભૂત છે; કારણ કે ટીકી વડે જ પદાર્થો જોવાનું સામર્થ્ય પ્રાપ્ત થાય છે. તથા પુષ્પમાં સુગંધની જેમ; એટલે સુગંધ વિનાના પુષ્પને કોઈ ગ્રહણ કરતું નથી, પુષ્પના સાર સુગંધ જ છે તેમ સર્વ ધર્મક્રિયાના સાર સમકિત છે. ૫.
નિસર્ગ (સ્વભાવથી જ ) રૂચિ વિગેરેથી ઉત્પન્ન થયેલાં જે શ્ર ટ્ટાનાં પરિણામ તે સમકિત કહેવાય છે. રૂચિ દશ પ્રકારની છે. તે આ પ્રમાણે-નિસર્ગરૂચિ, ઉપદેશચિ, આજ્ઞારૂચિ, સૂત્રરૂચિ, ખીજરૂચિ, અભિગમચિ, વિસ્તારરૂચિ, ક્રિયારૂચિ, સંક્ષેપચિ અને ધર્મચિ. આ દશ રૂચિમાંથી કેટલીકનું સ્વરૂપ કહે છે, તેમાં પણ પ્રથમ ધર્મરૂચિંરૂપ સમકિત કહે છે.-~~
तत्त्वश्रद्धानमेतच्च गदितं जिनशासने ।
सर्वे जीवा न हन्तव्याः सूत्रे तत्त्वमितीष्यते ॥ ६ ॥ ભૂલાઈ—આ સમકિતને જિનેશ્વરના શાસનમાં તત્ત્વશ્રદ્ધાનરૂપ કહ્યું છે, અને તે તત્ત્વ સર્વે જીવા ન હવા એમ સૂત્રને વિષે પ્રતિપાદન કરેલું છે. ૬. ટીકાથૅ— આ સમગ્ર ધર્મક્રિયાનું સારભૂત સમકિત જિનાગમને વિષે તત્ત્વશ્રદ્ધાનતત્ત્વની અભિલાષારૂપ તીર્થંકરાદિએ કહેલું છે. અને તે તત્ત્વ-યથાર્થ વસ્તુ જિનેશ્વરે કહેલા આચારાંગાદિક સૂત્રને વિષે આ પ્રમાણે કહ્યું છે.—સર્વે જીવા ન હણવા યાગ્ય છે, એટલે કોઇપણ જીવ હણવા નહીં. સર્વે એટલે ત્રસ અને સ્થાવર ભેદવાળા જીવા, જેઓએ થથાયેાગ્ય દશ પ્રકારના પ્રાણાને ધારણ કર્યાં કરે છે અને કરશે એવા લક્ષણવાળા જીવા હણવા યોગ્ય નથી. પેાતાની જેમ સર્વેને સુખ પ્રિય છે, અને દુઃખથી સૌ કોઈ ભય પામે છે, માટે તેવા જીવને કોઈએ હણવા નહી. હિંસા એ આત્માને સ્વભાવ નહીં હાવાથી મહા અધર્મ છે, અને જે વસ્તુસ્વભાવ છે-આત્માના સ્વભાવ છે તે જ ધર્મ છે. અને તે સર્વે પરભાવની નિવૃત્તિમાં તત્પર થઈને કરવા રાગ્ય છે. હિંસા તે પરભાવની પ્રવૃત્તિ જ છે. માટે “ જીવા હણવા લાયક નથી. ” એ પ્રતિજ્ઞાનું વાકય છે, “ કારણ કે તે સ્વ અને પરને પ્રકૃષ્ટ દુ:ખ આપવાના હેતુરૂપ છે,” એ હેતુ વચન છે, “આત્મઘાતની જેમ. ” એ દૃષ્ટાન્ત છે. “જે સ્વ અને પરના દુઃખતું હતુ
*
Aho! Shrutgyanam