________________
અધ્યાત્મસાર ભાષાંતર.
[ તૃતીય
रुचितमाकलयन्ननुपस्थितं स्वमनसैव हि शोचति मानवः । उपनते समयमानमुखः पुनर्भवति तत्र परस्य किमुच्यताम् ९८ ॥
૧૫૮
મૂલાથેમનુષ્ય પોતાની અભીષ્ટ વસ્તુને પ્રાપ્ત ન થયેલી જાણીને પોતાના મનવડે જ શાક કરે છે, અને તે વસ્તુ પ્રાપ્ત થવાથી પા હસતા મુખવાળા થાય છે, માટે તેમાં બીજાને કારણભૂત શીરીતે
કહેવાય ? ૯૮.
ટીકાર્થડે આત્મા! તું જો, કે મનુષ્ય પેાતાની અભીષ્ટ સુખા દિક વસ્તુને ઉપાય કર્યાં છતાં પણ નહીં પ્રાપ્ત થયેલી જાણીને પાતાના ચિત્તવડેજ શેક કરે છે. તથા તે વસ્તુ પ્રાપ્ત થયેથી પાછે હર્ષયુક્ત મુખવાળા થાય છે. માટે તે શાક અને હર્ષની ઉત્પત્તિમાં બીજાનું એટલે પાતાના મન સિવાય બીજા દેવદત્તાદિકનું શું કારણપણું છે? જો છે એમ કહેતા ા તા કહે, અર્થાત બીજું કોઈ કારણભૂત
નથી. ૯૮.
-
નીચે કહેલાં લક્ષણાવડે મનરૂપી વાનર જ દુઃખદાયી છે, તે કહે છે.चरणयोगघटान् प्रविलोठयन् शमरसं सकलं विकिरत्यधः । चपल एष मनः कपिरुच्चकै रसवणिग्विदधातु मुनिस्तु किम् ॥ ९९ ॥
મૂલાથે—આ અત્યંત ચપળ મનરૂપી કપિ (વાનર) ચારિત્રના ચાગરૂપી ઘડાઓને ઉધે મુખે દેડવીને સમગ્ર શમતારૂપી રસને નીચે ઢાળી નાંખે છે, તે મુનિરૂપી રસવ્યાપારી તેને શે ઉપાય કરે? ૯૯,
ટીકાર્થ—à સાધુ ! આ-પોતાના અનુભવથી પ્રત્યક્ષ એવા મન રૂપી મર્કેટ (વાનર) અત્યંત ચપળ છે. તે શું કરે છે? તે કહે છેસર્વવિરતિ અને દેશવિરતિરૂપ ચારિત્રના યોગે એટલે ક્ષમા, મૃદુતા અને સ્થિરતાદિક સાધકભાવારૂપી ઘડાને સમગ્ર અર્થને સાધનારા શાંત રસથી ભરેલા પૂણૅ કલશોને ઉન્મત્ત થઇને ઉંધે મોઢે પાડી દઈ તેમાંથી સમગ્ર શાંત રસરૂપી ઘૃતાદિકને નીચે એટલે વિષય, કષાય, તૃષ્ણા, માહ અને મદરૂપ ગાઢ પંકવાળા દુર્ગતિભાગરૂપ ભૂતલનેવિષે ઢાળી નાંખે છે-તેને રસરહિત કરી દે છે. તે (તે વખતે ) સાધુરૂપી રસના વ્યાપારી શું કરે? એટલે તેના નિવારણના શા ઉપાય કરે ? જો કદાચ સ્વાધ્યાયાદિકનેવિષે તત્પર થાય તે તે (ચિત્ત કપિ) ક્ષણવાર સ્થિર થાય, બાકી તે સિવાય બીજું તે કાંઈપણ તેના નિવારણનું
સાધન નથી. ૯૯.
Aho! Shrutgyanam