________________
પ્રબંધ.] મનશુદ્ધિ અધિકાર.
૧૫૭ અને આચરણ એટલે શુભ ભાવનાને અભ્યાસ કરવા વિગેરે તેના ઉપાયનું સેવન કરવામાં પ્રવૃત્તિ કરવી તે યોગ્ય છે. તે પર દષ્ટાંત કહે છે કે-રોગી માણસનું મળશેધન એટલે જઠરમાં રહેલા મળની વિરેચનાદિકે કરીને શુદ્ધિ કર્યા વિના અર્થાત તે મળને બહાર કાઢયાં વિના રસાયણતામ્રભસ્માદિક મહા ઔષધ આપ્યું હોય, તો પણ તે તેને શા ઉપગનું થાય-રેગની નિવૃત્તિ કરવારૂપ શું કાર્ય કરે ? કાંઈપણ ન કરે. તેની જ જેમ મનની શુદ્ધિ કર્યાવિના કરેલું ધનુષ્ઠાન પણ મુમુક્ષુજનને સફળ થતું નથી. ૯૬.
પિતાને રાગાદિક દે ઉત્પન્ન થવામાં પિતાનું મન જ કારણરૂપ છે, તે કહે છે –
परजने प्रसभं किमु रज्यति द्विषति वा स्वमनो यदि निर्मलम्। विरहिणामरतेर्जगतोरतेरपिच का विकृतिमिले विधौ॥९॥
મૂલાર્થ–જે પિતાનું મન નિર્મળ હૈય, તે બીજા માણસો પિતારાપર અત્યંત રાગ અથવા ઠેષ કરે તે પણ તેથી શું? કઈ જ નહીં. ચંદ્રનાં કિરણે જેવાથી વિરહીજનેને અપ્રીતિ થાય અને બીજા જગતના જીવને રતિ-પ્રીતિ થાય, તે તેથી કરીને નિર્મળ એવા ચંદ્રને વિષે શે વિકાર થાય? કાંઈજ નહીં. ૭.
ટીકાળું–હે આત્મા! જે પિતાના ચિત્તની વૃત્તિ નિર્મળ એટલે રાગ, દ્વેષ અને મેહના જાળરૂપ દોષરહિત હોય તો બીજ જને એટલે મિત્ર, સેવક, શત્રુ, પતિ, પતી વિગેરે પરજને પોતાના પર અત્યંત રાગી થાય એટલે પોતાના ગુણ અને રૂપમાં મેહ પામે તથા ભક્તિ રાગમાં તત્પર થાય, અથવા અત્યંત દ્વેષ કરે એટલે ધર્મપરના દ્વેષને લીધે ઉપસર્ગાદિક કરે, તે પણ તેથી શું? એટલે યોગીજનને તેનાથી શે હર્ષ કે શેક થાય? અથવા શું દુસહ થાય? કાંઈજ ન થાય. તે પર દષ્ટાત કહે છે–વિરહી જનેને એટલે ભર્તાના વિયોગવાળી સ્ત્રીઓને અને સ્ત્રીઓના વિરહવાળા પુરૂષને ચંદ્રના ઉદયથી અરતિ-સંતાપ થાય, તથા જગતના બીજા જનેને શીત કિરણના પ્રકાશથી આનંદની ઉત્પત્તિ થાય, તે તે બંનેથી નિર્મળ એટલે સ્વભાવથી શુદ્ધ અને વાદળાદિકના આવરણ રહિત એવા ચંદ્રનેવિષે શે વિકાર થાય? કાંઈ જ નહીં. ૯૭.
પિતાને શેકાદિક ઉત્પન્ન થવામાં બીજે કઈ પણ કારણ ભૂત નથી, તે કહે છે –
Aho ! Shrutgyanam