________________
પ્રબંધ ] શુદ્ધ અનુષ્ઠાન અધિકાર.
૧૩૯ થાય છે, તેમ સમતાના વેગથી અનુષ્ઠાન પણ પરિશુદ્ધ થાય છે. પ૭.
ટીકાર્થ–સમતાના સંગથી-સમતાપૂર્વક કરવાથી અનુષ્ઠાન-ત્રતાદિકનું પાલન શુદ્ધ-સર્વ દોષરહિત થાય છે. તેમાં દૃષ્ટાંત કહે છે કે જેમ કતક વૃક્ષના ફળના ચૂર્ણનો પ્રક્ષેપ કરવાથી-નાંખવાથી મલિન જળ નિર્મળ થાય છે, તે જ પ્રમાણે સમતાપૂર્વક કરેલું કિયાનુણાન પણ અત્યંત શુદ્ધ થાય છે; સમતાવિના કરેલું અનુષ્ઠાન સર્વ દેષરહિત થઈ શકતું નથી. પ૭.
હવે તે અનુષ્ઠાનના પ્રકાર કહે છે – विषं गरोऽननुष्ठानं तद्धेतुरमृतं परम् ।
गुरुसेवाद्यनुष्ठानमिति पञ्चविधं जगुः ॥ ५८ ॥
મલાર્થ-વિષ, ગ૨, અનનુષ્ઠાન, તહેતુ તથા ઉત્કૃષ્ટ અમૃત એપ્રમાણે ગુરુસેવા વિગેરે અનુષ્ઠાન પાંચ પ્રકારનું કહેવું છે. ૫૮.
ટીકાર્થ–વિષ એટલે તત્કાળ પ્રાણને નાશ કરનાર ઝેર, તેના જેવું ધર્મરૂપ પ્રાણુને નાશ કરનારું જે અનુષ્ઠાન તે પણ વિષાનુષ્ઠાન કહેવાય છે. તથા ગર (ગરલ) એટલે ખરાબ દ્રવ્યના સગવડે થયેલું કાળાંતરે પ્રાણુને નાશ કરનારું ઝેર, તેના જેવું પરિણામે ધર્મરૂપ પ્રાણુને નાશ કરનારું અનુષ્ઠાન પણ બીજું ગરાનુષ્ઠાન કહેવાય છે. તથા અનનુષ્ઠાન-એટલે જે અનુષ્ઠાન ધર્મ સેવારૂપ ન હોય તે, અથૉત ઘસંજ્ઞાએ કરેલું અનુષ્ઠાન તેને આશ્રીને આ વ્યુત્પત્તિ જાણવી. પણ જે શાસ્ત્રની અપેક્ષાવિના લેકર્સરાને અનુસરતું હોય તે તે અન્યાનુછાન કહેવાય છે. તથા ચોથું તહેતુ એટલે મોક્ષના હેતુથી-મોક્ષની જ ઈચ્છાથી ભવ્ય પ્રાણીઓ જે અનુષ્ઠાન કરે છે તે તહેતુ અનુષ્ઠાન કહેવાય છે. તથા પાંચમું અમૃતાનુષ્ઠાન એટલે અમૃતની જેમ જન્મમરણાદિક રોગને નાશ કરનારૂં ઉત્કૃષ્ટ-સૂત્રને અનુસરીને વિધિ-શુદ્ધ અને અત્યંત પ્રેમપૂર્વક જે મુમુક્ષુઓ કરે છે, તે અમૃતાનુષ્ઠાન કહેવાય છે. ( આ પ્રમાણે ગુરૂની સેવા-ભક્તિ, દેવવંદન, ષડાવશ્યક તથા દાનાદિક ક્રિયાઓ જે મેક્ષને માટે-મેષને ઉદ્દેશીને કરાય છે, તે કર્તાના આશયની ભિન્નતાને લીધે પાંચ પ્રકારની તીર્થંકરાદિકે કહી છે.) ૫૮.
તે પાંચ પ્રકારને અનુક્રમે વિસ્તારથી કહે છે –
आहारोपधिपूजर्द्धिप्रभृत्याशंसया कृतम् । शीघं सच्चित्तहन्तृत्वाद्विषानुष्ठानमुच्यते ॥ ५९॥ મૂલાર્થ–આહાર, ઉપાધિ, પૂજા-ગૌરવતા અને ઋદ્ધિ વિગેરેની
Aho ! Shrutgyanam