SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭” પ્રબંધ ] સમતા અધિકાર" ટીકાર્થ_એક મોક્ષને સાધનારી સમતાને તજીને-છોડીને જીવોએ જે કણકારી તપસ્યા, ભિક્ષા, લેચ વિગેરે પરિશ્રમકારક અનુષ્ઠાન કર્યું હેય, તે સર્વ ઉખર-ક્ષાર ભૂમિમાં વાવેલા શાલી વિગેરેના બીજની જેમ વાંછિત ફળને આપનાર થતું નથી. પ્રાયે નિષ્ફળ થાય છે. પ૩, એમ શી રીતે? એ શંકાના સમાધાન માટે બીજા ઉપાયને. અભાવ દેખાડે છે उपायः समतैवैका मुक्तेरन्यः क्रियाभरः । तत्तत्पुरुषभेदेन तस्या एव प्रसिद्धये ॥५४॥ મૂલાર્થ–મુક્તિનો ઉપાય માત્ર એક સમતા જ છે, અને તે સિવાયનો બીજે ક્રિયાસમૂહ તે તે પુરૂષના ભેદે કરીને તે સમતાની જ સિદ્ધિને માટે છે. ૫૪. ટીકાર્થ–મેલનો ઉપાય-સાધન માત્ર એક સમતા જ છે, તે સિવાય બીજે કિયાસમૂહ-સંયમાદિક ક્રિયાને સમુદાય તે તે પુરૂષ એટલે લઘુકમ, બહુકમ, અલ્પકૃત અને બહુશ્રુતાદિક જીવના ભેદવડે-પરિણતિના વિશેષવડે તે સમતાની જ સિદ્ધિને માટે થાય છે, અર્થાત બીજી સર્વ ક્યાઓ સમતાની પ્રાપ્તિને માટે જ કરવામાં આવે છે. ૫૪. સમતાની શક્તિ કેટલી છે, તે દેખાડે છે. दिमात्रदर्शने शास्त्रव्यापारः स्यान्न दूरगः । अस्याः स्वानुभवः पारं सामर्थ्याख्योऽवगाहते ॥ ५५ ॥ મૂલાર્થ–શાસ્ત્રને વ્યાપાર માત્ર દિગ્દર્શનને વિષેજ હોય છે, પણ તેથી દૂર જ નથી. તેથી સામર્થ્ય નામનો આત્માને અનુભવ જ આ સમતાના પારને પામે છે. પ૫. કિર્થ-જિનાગમ વિગેરે શાસ્ત્રોને વ્યાપાર એટલે સાધ્યને પ્રાપ્ત કરનારી કિયા દિગમાત્રના જ-માત્ર અલ્પ કાર્યની સિદ્ધિના અર્થાત્ ઉદ્દેશમાત્રના જ દર્શન માટે-પ્રાપ્તિ માટે હોય છે. તાત્પર્ય એ છે કે હે ભવ્ય! જે તારે મુક્તિરૂપ પુરીમાં જવાની ઈચ્છા હોય, તે આ દિશાએ જા. એ પ્રમાણે દિશા દેખાડવામાંજ તત્પર શાસ્ત્રને વ્યાપાર હોય છે. પણ તેથી દૂર જનાર હેતે નથી–અતિશય અરૂપી વિગેરે આત્માદિકના સ્વરૂપને વિષે અથવા કેવલજ્ઞાનને ઉત્પન્ન કરનાર ભાવ સાધનને વિષે જનારે થતું નથી અને આ સમતાને સમર્થ Aho ! Shrutgyanam
SR No.034216
Book TitleAdhyatma Sara Bhashantar
Original Sutra AuthorN/A
AuthorGambhirvijay
PublisherNarottamdas Bhanji
Publication Year1916
Total Pages486
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy