________________
૧૩૬
અધ્યાત્મસાર ભાષાંતર. દ્વિતીયમલાઈ ને તેના સ્થાનમાં સ્થાપન કરનાર જ્ઞાનનું ફળ પણ એ સમેત જ છે. પરંતુ તે જ્ઞાન અગ્નિવડે ચંદનની જેમ કદાગ્રહવડે ભસ્મરૂપ થઈ જાય છે. ૧૧.
ટીકાઈ–વૈગમાદિક નયને પિતપિતાના સ્થાનમાં એટલે સ્યાદ્વા દની મર્યાદાવડે યથાર્થ વસ્તુસ્વરૂપને વિષે અને મેક્ષના આરાધ્યપણાને વિષે અવતાર એટલે યોજના કરવાના સ્વભાવવાળા જ્ઞાનનું-મૃતાર્થયનનું ફળ-સફળપણાનું કારણ પણ આ હમણું કહી તે સમતા જ છે. તે સમતા ન હોય તે તે નયનું જ્ઞાન અગ્નિવડે ચંદનની જેમ કદાગ્રહ કરીને-એકાંતને ગ્રહણ કરનારા બધે કરીને ભસ્મની જેમ અસાર થાય છે. અર્થાત્ સમતાવડે યુક્ત એવો વક્તા પુરૂષજ નાના જ્ઞાનને પિતાપિતાના સ્વરૂપમાં સ્થાપન કરવા સમર્થ થાય છે, અન્યથા સમર્થ થતું નથી. ૫૧
સમતા ન હોય ત્યાં ચારિત્ર પણ ન હોય, તે કહે છે – चारित्रपुरुषप्राणा: समताख्या गता यदि । जनानुधावनावेशस्तदा तन्मरणोत्सवः ॥५२॥
મૂલાઈ–જે ચારિત્રરૂપી પુરૂષના સમતા નામના પ્રાણ ચાલ્યા ગયા હેય, તે માણસને તેને વંદના કરવામાટે દોડી આવવાને આવેશ એ તેના મરણના ઓચ્છવરૂપ છે. પર. - ટીકાથું–જે સમતા નામના ચારિત્ર પુરૂષના પ્રાણું એટલે સર્વ વિરતિ અને દેશવિરતિરૂપ સંયમને જે વ્યવહાર તેરૂપ પુરૂષના સમતારૂપ પ્રાણુ નાશ પામ્યા હોય, તે ભકિવંત જનોનો જે વંદનાદિક માટે ચોતરફથી એકદમ દોડી આવવાનો આવેશ તે તેનાચારિત્રરૂપ પુરૂષના મરણના ઉત્સવરૂપ છે-મરેલાની ઊર્વદેહિક કિયા કરવાના મહત્સવરૂપ થાય છે. અર્થાત્ તે વખતે વિવેકી પુરૂષો એમ જાણે છે કે-આ ભક્ત જનનું આગમન ચારિત્રરૂપ પુરૂષની મરણેત્તર ક્ષિા કરવા માટે જ છે. પર.
સમતા ન હોય તે બીજી સર્વ ક્રિયા નિષ્ફળ અને કષ્ટકારી જ છે, તે કહે છે –
संत्यज्य समतामेकां स्याद्यत्कष्टमनुष्ठितम् । तदीप्सितकरं नैव बीजमुप्तमिवोपरे ॥ ५३ ॥
મૂલાઈ–એક સમતાને તજીને જે જે કણકારી ક્ષિાએ કરી હૈય, તે ઉખર ભૂમિમાં વાવેલા બીજની જેમ વાંછિત ફળને દેનારી થતી નથી. ૫૩,
Aho! Shrutgyanam