________________
પ્રબંધ.] - સમતા અધિકારી
૧૨૫ દર કર્યો નહીં, તથા જીવાદિક તત્વને જાણવાની ઈચ્છા કરી નહીં, તેને આ જન્મ નિરર્થક ગયે એમ જાણવું. ૨૬.
जिज्ञासा च विवेकश्च ममतानाशकावुभौ।
अतस्ताभ्यां निगृहणीयादेनामध्यात्मवैरिणीम् ॥ २७ ॥ મૂલાર્થ–જિજ્ઞાસા અને વિવેક એ બે મમતાને નાશ કરનારા છે, તેથી તે બન્નેએ કરીને એ અધ્યાત્મની વૈરીને નિગ્રહ કરે ૨૭.
ટીકર્થ જિજ્ઞાસા તથા વિવેક એટલે તત્તાતત્ત્વાદિકનો યથાર્થ વિચાર એ બે મમતાનો નાશ કરનાર છે, તેથી એ અધ્યાત્મનો નાશ કરનારી મમતાને તે જિજ્ઞાસા અને વિવેકવડે નિગ્રહ કર, તેણીને હૃદયરૂપી ઘરમાંથી કાઢી મૂકવી. ૨૭.
રૂતિ મમતાત્યાધિક્કાર મમતાના ત્યાગને અધિકાર કહ્યો. એ મમતા જેમ જેમ ઓછી થતી જાય છે તેમ તેમ સમતા ઉત્પન્ન થાય છે, તેથી મમતાના ત્યાગ પછી હવે સમતાના ગુણે કહે છે – त्यक्तायां ममतायां च समता प्रथते स्वतः ।
દિ શસ્ટિોપ વથા નિર્માતા ૨૮ I " મૂલાઈ-જેમ ઉપાધિરહિત થયેલા સ્ફટિકને વિષે નિર્મળતાને ગુણ સ્વતઃ પ્રકટ થાય છે તેમ મમતાને ત્યાગ થવાથી સમતા સ્વતઃ વિસ્તાર પામે છે. ૨૮.
ટીકાર્ય–હે ભવ્ય પ્રાણી! પૂર્વે કહેલી મમતાને ત્યાગ કરવાથી તેજ કાળે સમતા-સર્વે ત્રસ સ્થાવરાદિક ભેટવાળા સર્વ જીવાદિકમાં સુખ, પ્રિયત્વ વિગેરે આત્માને તુલ્ય છે-જેવું પોતાને સુખ વહાલું છે તેવું જીવમાત્રને સુખ વહાલું છે-એવી પરિણતિ સ્વતઃ–પોતાની મેળે જ બીજા ઉદ્યમની અપેક્ષા વિના જ વિસ્તાર પામે છે. તે પર દૃષ્ટાંત આપે છે-જેમ શા|દિક પર ઘસવાવડે પ્રકાશને આવરણ કરનાર પાષાણુ મૃત્તિકાદિક મળને જેના પરથી દૂર કર્યો છે, એવા સ્ફટિક મણિને વિષે નિર્મળતાને ગુણ સ્વતઃ પ્રકાશે છે તેમ. ૨૮.
હવે સમતાનું લક્ષણ કહે છે – प्रियाप्रियत्वयोर्याऽथैर्व्यवहारस्य कल्पना । निश्चयात्तद्वयुदासेन स्तैमित्यं समतोच्यते ॥२९॥ મૂલાર્થ–પદાર્થોએ કરીને પ્રિય અને અપ્રિયપણના વ્યવહારની
Aho! Shrutgyanam