________________
અધ્યાત્મસાર ભાષાંતર. [ તૃતીય- મૂલાર્થ-જેમ પ્રિયાના પ્રયજનવાળા પુરૂષને પ્રિયાની પ્રાપ્તિવિના બીજે કઈ પણ ઠેકાણે રતિ-પ્રીતિ થતી નથી, તેમ તત્વની જિજ્ઞાસાવાળા પુરૂષને પણ તત્ત્વની પ્રાપ્તિ વિના બીજે કઈ પણ સ્થળે પ્રીતિ થતી નથી. ૨૪.
ટીકાઈ–જેમ પ્રિયાના પ્રજનવાળા-પ્રિયાની ઈચ્છાવાળા પુરૂપને પ્રિયાની સ્ત્રીની પ્રાપ્તિ-સમાગમ થયા વિના બીજે કઈ પણ કેકાણે-શયન, આસન વિગેરે સ્થળે પ્રીતિ થતી નથી, તેજ પ્રમાણે તત્વની જિજ્ઞાસાવાળાને એટલે વસ્તસ્વરૂપના પરમાર્થને જાણવાની ઇચ્છાવાળા મુનિને તત્વની પ્રાપ્તિ વિના–વસ્તુના પરમાર્થ જ્ઞાન વિના બીજે કઈ પણ સ્થળે પ્રીતિ થતી નથી. ૨૪.
વ્યતિરેકને વિષે પણ બોધનું ફળ થાય છે, તે કહે છે___ अत एव हि जिज्ञासां विष्कभति ममत्वधीः ।
विचित्राभिनयाक्रान्तः संभ्रान्त इव लक्ष्यते ॥ २५॥
મૂલાઈ–તેથી કરીને જ મમતાની બુદ્ધિ જિજ્ઞાસાને રોકી રાખે છે, અને તેથી વિચિત્ર પ્રકારના અભિનયથી વ્યાપ્ત એ તે મનુષ્ય સંભાતની જે દેખાય છે. ૨૫.
ટીકાર્થ–એજ કારણ માટે-મમતા અને અહંતા એ તત્વ જિજ્ઞાસાના શત્રુરૂપ છે માટે મમતાની બુદ્ધિ જિજ્ઞાસાને તત્ત્વજ્ઞાનની પરિણતિને રોકી રાખે છે, અને તેથી કરીને વિચિત્ર પ્રકારના અભિન એટલે નેત્ર, મુખ અને હસ્તાદિકની ચેષ્ટા વડે કરાતે દશ્ય પદાથને જણાવનારે આકાર તેથી વ્યાપ્ત થયો છે તે મનુષ્ય જાણે ભયથી ત્રાસ પામ્ય હેય-સંભ્રાંત થયો હોય તેવું દેખાય છે. ૨૫. - હવે બે કેવડે શિક્ષાને ઉપદેશ તથા મમતાને નિરાકરણ કરવાનો ઉપાય દેખાડવાપૂર્વક અધિકારને ઉપસંહાર કરતા સતા કહે છે –
धृतो योगो न ममता हता न समताहता। न च जिज्ञासितं तत्त्वं गतं जन्म निरर्थकम् ॥ २६ ॥ .
મૂલાર્થ-જેણે મને-મુનિવેષને ધારણ કર્યો, પણ મમતાને ત્યાગ ન કર્યો, સમતાને અંગીકાર ન કરી અને તત્વને જાણવાની ઈચ્છા ન કરી, તેને મનુષ્ય જન્મ નિરર્થક ગયે એમ જાણવું, ૨૬.
ટીકાળું–જે મુમુક્ષએ ગને-મુનિવેષને ધારણ કર્યો, પરંતુ મમતાનું નિરાકરણ કર્યું નહીં, તથા સર્વ જીવોને વિષે સમતાને આ
Aho ! Shrutgyanam