________________
પ્રબંધ ]
મમતા નિરાકરણ.
૧૧૭
ટીકાર્યું—આ મારી માતા છે, આ મારો પિતા છે, આ મારો સહેાદર ભાઈ છે, આ મારી મ્હેન છે, આ મારી ભાર્યાં છે, આ મારા પુત્રો છે, આ મારી પુત્રી છે, આ મારા મિત્રો છે, આ મારા સજાતિ અંધુએ છે, અને આ મારા પૂર્વના પરિચયવાળા જના છે. આ પ્રમાણે મમતાના અનેક પ્રકાર હાય છે. ૭.
इत्येवं ममताव्याधिं वर्धमानं प्रतिक्षणम् ।
जनः शक्नोति नोच्छेत्तुं विना ज्ञानमहौषधम् ॥ ८ ॥ ભૂલાથે—પ્રમાણે ક્ષણે ક્ષણે વૃદ્ધિ પામતા મમતારૂપી વ્યાધિનું માણસ જ્ઞાનરૂપી મહા ઔષધિવિના ઉચ્છેદન કરવા શક્તિમાન થતા નથી. ૮.
ટીકાથે—આ ઉપર કહ્યાપ્રમાણે-મમતાના ઉદયવડે સર્વ પદાર્થસમૂહનેવિષે સંબંધની રચના કરવાથી ક્ષણે ક્ષણે વૃદ્ધિ પામતા મમતારૂપી મહા(કુષ્ટાદિક) વ્યાધિના, મનુષ્ય-પ્રાણીસમૂહ જ્ઞાન એટલે વસ્તુના મૂળથી આરંભીને અન્તપર્યંત યથાસ્થિત સ્વરૂપને દેખાડનાર બેધ તે રૂપી મહાઔષધ-અનેક પ્રભાવથી યુક્ત અને કર્મરૂપી રોગને હરણ કરવામાં સમર્થ એવા ઔષધવિના વિનાશ કરવાને શક્તિમાન થતા નથી. ૮. મમતા જ પ્રાણીઓને પાપકર્મમાં પ્રવર્તાવે છે, તે કહે છે.— ममत्वेनैव निःशंकमारंभादौ प्रवर्तते । कालाकालसमुत्थायी धनलोभेन धावति ॥ ९ ॥
મૂલાથે—પ્રાણી મમતાવડે કરીને જ નિઃશંક રીતે આરંભાદિકમાં પ્રવર્તે છે, તથા ધનના લાભે કરીને ચેાગ્ય ફાળે અને અન્ય કાળે પણ ઉઠીને દાડે છે, ૯.
<<
ટીકાથૈ—પ્રાણી મમતાએ કરીને જ એટલે ખીજા કોઈપણુ હેતુવિના કેવળ એક મમતાએ ફરીને જ અર્થાત્ “આ મારી સ્ત્રી અને આ મારા પુત્રો વિગેરે છે, તેથી તેમને નિૉહ મારે જ કરવા જોઇએ” એવા પરિણામે કરીને આરંભાદિકમાં-દુર્ગતિના હેતુરૂપ ખેતી અને વેપાર વિગેરેમાં-જીવહિંસા, મૃષાવાદ અને ચેરી વિગેરેના વ્યાપારમાં તથા આદિ શબ્દનું ગ્રહણ કરેલું હાવાથી અનર્થદંડાદિક અકાર્યોમાં નિઃશંક રીતે-પાપબંધની અપેક્ષા રહિત જ પ્રવર્તે છે તેવા કાર્યોમાં તત્પર થાય છે. તથા ધનના લેલે કરીને કાળે એટલે દિવ સના બીજો પ્રહર વિગેરે અથવા યુવાવસ્થા વિગેરે યાગ્ય સમયે અને અકાળે એટલે રાત્રી વિગેરેમાં અથવા ખાળ અને વૃદ્ધાવસ્થાદિક
Aho! Shrutgyanam