________________
પ્રબંધ.]
વૈરાગ્યના ભેદ. થશે, એ શંકાની નિવૃત્તિ કરવા માટે કહે છે હે વત્સ! અનુવૃત્તિ એટલે વ્યાપ્તિ-અન્વય અર્થાત અનાદિ પ્રવાહે કરીને જે જે વર્તના પિતાને વિષે સંબંધવાળી છે તેણે (અનુવૃત્તિએ) કરેલું સ્વપર્યાયપણું જાણવા લાયક થાય છે. જેમકે જીવને વિષે નારકી વિગેરેપણું સંગવાળું પ્રથમ હતું તે સ્વત્વ જાણવું. અને વ્યતિરેકવડે નિવૃત્તિદ્વારાએ એટલે અસંબંધપણુએ કરીને જે ઉત્પન્ન થયું તે પરત્વ–પરભાવપણું જાણવા લાયક છે. જેમકે જીવને દેહાદિક અનાદિકાળથી અનંત ભેટવાળા વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ પુગલથી ઉત્પન્ન થયેલા હોવાથી સ્વત્વરહિત છે, તેથી તે પરકીય-પારકા છે તે પરત્વ જાણવું. તાત્પર્ય એ છે કે–અનુવૃત્તિ અને વ્યાવૃત્તિ એ બે ધર્મ આત્માને વિષે સંબંધવાળા હોય છે તે સ્વકીય (પિતાના) જાણવા. જેમકે લંબાઈ અને કમળતાદિક સ્વધર્મની વ્યાપ્તિવાળું વસ્ત્ર કઠિનતા, ગોળાઈ અને * ઉંચાઈ વિગેરે ઘટના ધર્મથી પિતાની જાતે જ નિવૃત્તિ પામે છે, માટે તે ઘટ સ્વકીય કહેવાય નહીં. તેથી કરીને જે પિતાથી નિવૃત્તિ પામે તે જ પરત્વ કહેવાય એમ સિદ્ધ થાય છે. ૬૦.
પૂર્વોક્ત અર્થને જ સ્પષ્ટ કરે છે– ये नाम परपर्यायाः स्वास्तित्वायोगतो मताः । स्वकीया अप्यमी त्यागस्वपर्यायविशेषणात् ॥ ६१॥
મૂલાર્થ–જે પરપર્યાયે આત્માનેવિષે અસ્તિત્વના (વિદ્યમાનપણુના) અસંબંધથી કહેલા છે, તે પરપર્યાયે પણ ત્યાગરૂપી સ્વપર્યાયના વિશેષણથી સ્વકીય-સ્વપર્યાય કહેવાય છે. ૬૧. .
ટીકાર્ય–જે પૂર્વે દેખાડેલા પરપ-પ૨૫યના વ્યપદેશવડે કહેલા છે તે આત્માને વિષે અથવા આત્માનું જે અસિતપણું એટલે વિદ્યમાનપણું તેના અયોગથી–અસંબંધથી કહેલા છે, તે પરપ પણ ત્યાગ-વર્જન અથવા વ્યતિરેકરૂપ સ્વપર્યાયના વિશેષણ થકી–ત્યાગ રૂપી આત્માના પર્યાયે કરીને વ્યપદેશ કરવાથી સ્વપર્યય (આત્માના પર્યાય) જાણવા. જેમ કે ઘટના સ્વપર્યાયના ત્યાગવાળો પટ (વસ્ત્ર) છે, તેથી નિવૃત્તિ પામેલે હેવાથી પટ પણ ઘટના સ્વત્યાગરૂપ પર્યાયે કરીને સ્વકીય જ છે, તાત્પર્ય એ છે કે-જેઓ આત્માના સંબંધે કરીને ત્યાગ કરાયેલા છે તેમનેવિષે જે ત્યાગ તે સ્વકીય છે, માટે સ્વત્યાગ સ્વભાવે કરીને પરપર્યાયો સ્વકીય છે–ત્યાગરૂપ સંબંધે કરીને આભાનેવિષે સંબંધવાળા છે, માટે તે પણ સ્વપર્યાય કહેવાય છે. ૬૧.
Aho ! Shrutgyanam