________________ ગ્રંથ કર્તાની વિનંતિ 159 ખાયું તો નથી તે પણું ) વધારે લખાયું હોય તે મનમાં ન લાવતાં ક્ષમા કરવી અને (કારણ કે ઓસડ કાંઈ ગળ્યું હતુ નથી, તો પણ સુખને સારુ તેને અંગીકાર કરીએ છીએ તેમ) આ ગ્રંથ પહેલેથી છેલે સૂધી નિષ્પક્ષપાતપણે વાંચવો તથા જેને વાંચતાં ન આવડે તેઓએ વંચાવીને સમજ તેમજ આ ગ્રંથમાં કેટલીક જગાએ અમુક પુરૂનાં નામ આપવા માં આવ્યાં છે તેથી હું ઘણે દિલગીર છું. પણુ દાખલાને સારું જ્યારે મને બરોબર અગત્ય જણાઈ ત્યારે આપવાની ફરજ પડી છે. માટે તે વિષે તેઓ કોઈ મનમાં લાવશે નહિ એવી આશા છે. અને આમાં જે ફળાદેશ વિષે સ્પષ્ટ રીત નિરોધ કર્યો છે, તે બરાબર સમજી કદી તે ઉપર ફરીથી ભ્રાંતિમાં પડી ભરૂ સે લાવી ઠગાવું નહિ, એ વિષે જેમ બને તેમ હમેશ સંભાળતાં જવું. અને દંભી જોશીબાવા જેવા ઠગારાઓને એક દમ પણ આપ નહિ, પરંતુ કોઈ વિદ્વાન સ્ત્રી પુરૂષને અથવા ગરીબને ઘટતી મદદ કરવી જોઈએ. મિત્રો! પૂર્ણ જ્ઞાન મેળવવાને તન, મન અને ધનથી વિધા દેવીની આરાધના જેમ થાય તેમ કરો કે જેથી આ જગતમાં અજ્ઞાનરૂપી ભૂત, પિશાચ, અને ગ્રહે રૂપી શત્રુ, તમારાથી દૂર જશે એટલું જ નહિ પરંતુ આ અનંતકોટી બ્રહ્માંડને કત જે એકજ પરમેશ્વર, તેની ઉપર પૂર્ણ આસ્થાથી શુદ્ધ ભાવે ભકિત અને અદભૂત પ્રેમ ઉત્પન્ન થશે, તેથી આ લોકમાં અને પરલોકમાં અક્ષય સુખમાં નિવાસ કરશે (તથાd). આ સમાસ. Aho ! Shrutgyanam