________________
સજઝાયાદિ સંગ્રહ આગમની છે બલિહારી ગદ્રને શ્રદ્ધા જાગી હવે હું તે બડભાગી રે, ૫ પુણ્યાબળ મળે માનવ દેહ ખાવા પીવામાં મતગાળો પરોપકાર અને વિરકત ભાવે ઉન્નત જીવન વીતાવજે
[૨૪૬૦] એક માસ પછી માસ જાય ત્યારે માતાને હરખ ન માય કુંવર ઉદરે રહ્યા નવ માસ ત્યારે માતાની પહેચી છે આશ... ૧ પુત્રગર્ભની વેદના સહતી ત્યારે માતા છતે લખું જમતી પુત્ર શરીરની વેદના જાણી ત્યારે માતા પીવે મગનું પાણી... જયારે પુત્રનું મુખડું જોયું ત્યારે હરખે મલમત્ર છે જ્યારે પુત્ર હતારે નાના
ત્યારે માતાને ચઢતા પાના.. પુત્ર થયાં જોબન ભર રાતા ત્યારે માતાના અવગુણ ગાતા સ્વામી ! પુત્ર પરણું તે રૂડું વહુ વિના સંસારમાં સૂનું.. ત્યારે વાલમ હસી હસી બોલે તારી અક્કલ બાળક તોલે પિતા પુત્રને પરણાવે
કુંવર વહુ લઇને ઘેર આવે... સાસુને પગ ચાંપવાની ઘણું હવા વહુ આવે તો ઘણું કરે સેવા વહુને સાસુનું બોલ્યું ન સહેવાય આ અન્યાય કેમ વેઠાય... અમે સાસુથી જુદા રહીશું નહીંતર અમારે મહીયર જઈશું જ્યારે દીકરાને આવી છે મૂછો ત્યારે માબાપને શીદ પુછો.. જ્યારે દીકરાને આવી દાઢી ત્યારે માબાપને મૂકે કાઢી માતા ખભે નાખોને ગરણું તમે ઘેરઘેર માંગોને દરણું... માતા ઘર વચ્ચે મૂકે દીવે તમે કાંતી પીતીને ઘણું જીવો માતા ખભે તે ના રાસ તમે ઘેર ઘેર માગો છાસ... એમ ભાગ વહેચીને જદા રહ્યા પછી માબાપના સામે થયા પુત્ર ! આવું હતું અમે જાણ્યું નહીંતર ગાંઠે રાખત નાણું જઓ સંસારમાં નહિ સાર તમે સાંભળજો નર-નાર ગુરૂ સુમતિ વિજય કહે સુણજે જેવું વાવો તેવું લણજે..
[૨૪૬૧] સરસતિ સામિણ પાયે લાગું માગું મધુરી વાણું રે એ સંસાર સરૂપ વિચારૂં કે દેહનું નહીં જાણ...
ચેતન ચેતે હૈ કો કેહનું નહિં જાણ૦ ૧