________________
૯૧૪
સઝાયાદિ સંગ્રહ
» ૭
ચુંક અડાડયું જે થાનકે સેનાવરણ થાય દેહ રે લબ્ધિ દેખી ઋષિરાયની દેવ કે દેવ થયા તેહ રે... ધન્ય ૩ પટખંડ પૃથવી ભોગવી ચક્રપણે વરસ દેય લાખ રે લાખ વરસ દીક્ષા વહી(રી) પાળી તે શાસ્ત્રની સાખ રે... સાત વરસ લગે જેણે રાગ પરીષહસUા રંગ રે પણ ઉપચાર કીધો નહિ સમતાસું રાખ્યું મન સંગ રે. પહેો ત્રીજે દેવ કે એ ચારિત્ર પાળી નિરતિચાર રે એકજ ભવને આંતરે મુક્તિ જશે તે નિરધાર રે.. શ્રી ધર્મનાથના શાસને ઉદ્યોતકારી થયે ઋષિરાય રે ઉદયરત્ન ઋષિરાયના કરજોડીને વંદે પાય રે..
[૨૩૮૮] જેને વિચારી એવું રે
આ સ્વપ્ના જેવું તન તારું ગણે ભલે કાંચન જેવું પણ અંતે તો રાખ થનારૂં.. સ્વપ્ના ૧ સનતકુમાર ચક્રી વળી જુઓ છ ખંડનો પ્રતિપાળ ૨૫ અનુપમ તેના દેહનું ક્ષણમાં થયું વિકરાળ શું અભિમાન મન રાખો રે દેહનું તેજ જનારે • રંક જેમ સ્વપ્નાની માંહિ પામ્યો રાજ વિલાસ વૈભવ દીઠા પણ નહિ વિલયા જાગીને થયે રે ઉદાસ એવું સુખ આભાસે રે
અંતે તે જઠું છે વાર છે સેજ તળાઈમાં રોજ હિતો મસુરીયાં ધરી માલ દિનરાત જાતાં નહીં જાણતાં તેને પણ લઈ ગયા કાળ ઓચિંતુ એકલું જાવું રે નથી કોઈ સાથે થના... ઘણુ કણ કંચન ને કામિની કોઈ ન આવે સાથ સ્મશાન ભૂમિમાં સુકા કાઠે બળશે ભાઈ અનાથ કેવલ મુનિ કહે છે કે ભક્તો ચેતી જાઓ તે સારું છે !
[૨૩૮૯] સનતકુમાર ઋષિ રાજીએ રે દેવા તનુ આધાર
ચરીએ મુનિ સંચરે રે ધરતી પંચાચાર રે. ધન્ય એ મુનિવર જસ જગ વિસ્તર્યો ચંગરે ગંગા નિરમલે જસ દઢ કરૂણાને રંગ રે જાણે સહુ સુખ મલ. , ૨