________________
૬૫૮
રાવણ મંદોદરી બિભીષણની વિનતિરૂપે સઝા સ્વામી સ્વપ્ન મેં કહ્યું
જાણે લંકામાં લાય લાગી રામચંદ્રજીએ બાણ સાંધીયું ત્યારે હું ઝબકીને જાગી... કહ્યું૭ પાણીમાં પત્થરે પાજ બાંધીને રામચંદ્રજી આવ્યા લશ્કર (લકમણ) સાથે લેઈ કરી બહુ રાજા સાથે લાવ્યા... રામચંદ્રજીના દળ થકી
નગરી થઈ છે બહેરી સેના ચિહું દિશિ વિસ્તરી લીધે લંકાગઢ ઘેરી... લુંટવા મંદિર માળીયા
લુંટી શેરી (બસરી) બજાર મહેલ લુંટશે(લુંટો) સ્વામી આપણે લુંટશે મુજને આ વાર... સ્વામી ! કહું છું હું તુમ ભણું માની લેજેને આપ વારંવાર કહું હું કેટલું? પરનારીમાં બહુ પાપ... સ્વામી ! હું તો તુમ ભણી દુઃખ નજરે દેખું સુખ નહિ મારે તુમ તણે આગળ કેટલું ભાખું?... છે ૧૨
[૨૦૬૬] રાવણુ કહે-સુણ મંદોદરી
મત હાર તું હૈયું સેનાનું દ્વાર ને કોટ છે નહિં છતે દશરથનું છેવું.... રાણીજી દમન રાખજે ૧ કુંભકર્ણ સરિખા બાંધવા
ઈ છત સરિખા પુત્ર સમરથ સેના છે આપણું શું કરશે? (નહિં જીતે) દશરથને પુત્ર... ૨ રાવણ કહે સુણ મંદોદરી
આપણે અહંકારી છીએ લીધી વાત ન મૂકીએ
પા પગ નવિ ભરીએ (દઈએ), ૩ મંદરી કહે અહંકારથી ચક્રી વાસુદેવ જેવા પસ્તાવો કરી નરકે ગયા છે દુઃખ પામ્યા કેવા કહ્યું છે મારે મારા કંથજી સુતો સિંહ જગાડી
છંછેડયે કાળો નાગ સીતાને કલંક લગાડીયા પ્રગટયા પૂર્વના પાપ.
૫ બિભીષણ કહે સુણે ભાઈજી સીતા જગતની માતા સત્ય શીયલથી ચૂકે નહિ જે કરો બેટી જવાતાં, કહ્યું રે માન મુજ બાંધવા....૬ ભાઈ ! સીતાને દીજીયે
બેન કહીને પાછી રામચંદ્રજીને હેતે કરી
જગમાં વાત એ આછી... . ૭ કહ્યું રે મને રાય લંકાપતિ લેખ લખ્યો છે વિધાત્રે કર્મગતિ એવી વાંકડી
કરે છે બેટી જ વાતા... . ૮ હાક મારીને ઉડીયો
જા તું નજરેથી દૂર નહિ તે તને હાથે હણું જા તું રામ હજર...કહ્યું ન માન્યું રાજા રાવણે ૯