________________
સક્ઝાયાદિ ગ્રહ કુબેરદત્તા મન ચિંતવે રે લાલ, મેં કીધે અપરાધ રે. ૨૦ : " ભાઈ વ ને ભાઈ ગળે રે લોલ, એ સાવ કર્મની વાત રે ૨૦ આ૮૭ એમ ચતવીને સંયમ લી રે લાલ, પાળે પંચાચાર રે; ૨૦ સમિતિ ગુપ્તિને ખપ કરે રે લાલ, છકાય રક્ષા સાર રે. ૨૦ આ ૮ કુબેરદત્ત મન ચિતવે રે લાલ, નગર માંહે ન રહેવાય રે. બેન વરીને બેન જોગવી રે લાલ, ઘર ઘર એ કહેવાય રે. ૨૦ આ૮ ૯ કુબેરદત્ત તિહાંથી ચાલિયે રે લાલ, આ મથુરા માંય રેઃ ૨૦ વેશ્યા મંદિરે આવી રે લાલ, કરે વેશ્યા શું અન્યાય રે. ૨૦ આરે ૧૦ કુબેરદન નિજ માતશું રે લાલ, સુખ વિલસે દિન રાત રે. . એમ કરતાં સુત જનમીયે રે લોલ, એ સવિ કર્મની વાત છે, ૨૦ આ૦ ૧૧ તપ જપ સંયમ સાધતાં રે લાલ, પાળતાં કિરિયા સાર રે. ૨૦ : કુબેરદત્તને અવધિ ઉપન્યું રે લાલ, દીચે તિહાં જ્ઞાન વિચારરે. ૨. આ ૧૨ અવધિ જ્ઞાને સાધવી રે લાલ, દેખે મથુરા મોઝાર રે; ૨૦ : નિજ જનનીધી સુખ વિલસતેરે લાલ, ધિક ધિકતસ અવતારરે. ૨૦આ૦૧૩ ગુરણીને પૂછી કરી રે લાલ, આવી મથુરા ગામ રે. ૨૦ વેશ્યા મંદિર જઈ ઉતરી રે લાલ, કરવા ધર્મનું કામ રે. ૨૦ અને ૧૪
[જરી ઈણ અવસર ના બાલુડે રે કાંઈ
- પારણે પિક્યો જેહ – “ગાઉં હાલરૂવા” હાલો હાલે કહી હલરાવતી રે કાંઈ
સાધવી ચતુર સુજાણ – "ગાઉં હાલરૂવા”. ૧ સગપણ છે તારે માહરે કાંઈ
સાંભળ સાચીવાત “સુણ તું બાલુડા” કાકે ભત્રીજે તિર રે કાંઈ,
દીકરો દેવર જેઠ સુણ તું બાલુડા” ૨ સગપણ છે તારે માહરે કાંઈ,
ષટુ બીજા કહું તેહ “સુણ તું બાલુડા” બન્ધવ પિતા ને વડે રે કઈ
સસરો સુત ભરતાર “સુણ તું બાલુડા” ૩