________________
અમરકુમારની સઝાયો
૮૯ કાક પણ પાસે હતું, કાકી મુજને રાખો રે; કાકી કહે હું શું જાણું, હાર તું શું લાગે રે ... , ૧૫ બાળક રોતે સાંભળી, માસી કુવા (ભૂ) તે આવે રે; બહેન પણ તિહાં બેઠી હતી, કેઈક મુજને રાખો રે .- ૧૬ જે જે ધન અનરથ કરે ધન પડાવે વાટે રે ચોરી કરે ધન લોભી મરીને દુગતિ જય રે ... - ૧૭ હાથ પકડીને લઈ ચાલ્યા કુંવર રેવણ લાગ્યો રે મુજને રાજા હમશે ઈમ બાળક બહુ રે રે .• ૧૮ બાળકને તવ લેઈ ચાલ્યા આવ્યા ભરબજાર રે લોક સહુ હા હા કરે વે બાલ ચંડાલે રે ... , લેક તિહાં બહુલા મલ્યાં જુઓ બાલ કુમારે રે બાળક કહે મુજ રાખી યે થાસું દાસ તુમાર રે .... - ૨૦ શેઠ કહે રામું સહી ધન આપી મુહ મારે રાયે મંગાવ્યો હોમવા તે તે નહીં રખાય રે .. ૨૧ બાળકને તે લઈ ગયા રાજાની પાસ રે ભદજી પણ બેઠા હતા વેદશાસ્ત્રના જાણ રે .... ભદજીને રાજા કહે દેખે બાલ કુમારે રે બાળકને શું દેખો કામ કરે મહારાજા રે .... ૨૩ બાળ કહે કરજેડીને સાંભળે શ્રી મહારાજ રે પ્રજાના પિતા છે તમે મુજને કિમ હમીજે રે.. . ૨૪ રાજા કહે મેં મૂલ દીયા હારે નહીં અન્યાય રે માતાપિતાએ તેને વેચીયે મેં હોમવા કાજ આ રે. ૨૫ ગંગાદકે નવરાવીને, ગળે ઘાલી કુલની માળા રે કેશર ચંદન ચરચીને, બ્રાહ્મણ ભણતા તવ વેદ રે , ૨૬ અમરકુમાર મન ચિતવે, મુજને શીખવીઓ સાધુ રે નવકાર મંત્ર છે મટક, સંકટ સહુ ટળી જશે રે , ૨૭ નવપદ ધ્યાન ધરતાં થક, દેવ સિંહા સન કંપો રે ચાલી આ ઉતાવળે, જીહાં છે બાલ કુમારે રે . ૨૮ અગ્નિ જવાળા ઠડી કરી, કીધા સિંહાસન ચંગે રે અમરકુમારને બેસાડીને, દેવ કરે ગુણ ગ્રામે રે , ૨૯