________________
૭૨
તત્ત્વાર્થાધિગમ સૂત્ર
અધ્યાય : ૧, સૂત્ર-૩૫
‘‘શાક લઈ આવો’’ તે બરાબર નથી, ચોખવટ કરવી પડે કે ભીંડા લઈ આવો. ફાર્મસીમાં જઈને કહીએ કે દવા આપો તે વાક્ય પુરતું નથી. કઈ દવા જોઈએ છે તે પણ કહેવું જ પડે તો જ દવા લાવવાનું કામ થાય. આ વ્યવહાર નય.
ટૂંકમાં નૈગમનય સામાન્ય અને વિશેષ બંનેને સ્વીકારે. સંગ્રહનય સામાન્યને સ્વીકારે. વ્યવહારનય વિશેષને સ્વીકારે.
(૪) ઋજુસૂત્રનય : જે નય કેવળ વસ્તુની વર્તમાન અવસ્થા તરફ લક્ષ્ય રાખે તે ઋજુસૂત્ર નય. જેમકે ભૂતકાળમાં કોઈ માણસ ધનવાન હોય પરંતુ વર્તમાનકાળે તે ધનરહિત હોય તો તેને ધનરહિત જ માનવો. વર્તમાનકાળે ધન ન હોય તો
દાનાદિ ન કરી શકે અને ઘણું માન પણ ન મેળવી શકે. આ નય વસ્તુના વર્તમાન પર્યાય ને જ માને છે. અતીત (ભૂતકાળ) અને અનાગત (ભવિષ્ય) પર્યાયોને માનતો નથી. ભવિષ્યમાં રાજા થનારા રાજકુમારને વર્તમાનમાં આ નયથી રાજા કહેવાય
નહિ.
(૫) શબ્દનય : શબ્દને જ પકડે. બોલાયેલા શબ્દોની જેમાં પ્રધાનતા હોય તે શબ્દ નય. જેમકે શાંતિ જેના જીવનમાં હોય તેને શાંતિલાલ કહેવાય. જેના જીવનમાં સમતા રહેલી હોય તેને જ સમતાબેન કહેવાય. શબ્દનય પ્રમાણે ભરતક્ષેત્રમાં ત્રેવીશ (૨૩) તીર્થંકર ભગવાન થયા કહેવાય, કારણ કે તીર્થંકર શબ્દ પુલિંગ છે. મલ્લિનાથ તો સ્ત્રી (સ્ત્રીલિંગ) પણે હતા. તેથી શબ્દનયની દૃષ્ટિએ ૨૩ તીર્થંકર થયા કહેવાય. અને એક તીર્થંકરી થયા એમ કહેવાય.
નૈગમ, સંગ્રહ અને વ્યવહાર આ ત્રણ નયો દ્રવ્યાર્થિક નય ના ભેદરૂપ છે. ઋજુસૂત્ર અને શબ્દનય પર્યાયાર્થિક નય ના ભેદરૂપ છે.
સૂત્ર (૧-૩૫) પ્રયોજન ઃ આ સૂત્રમાં નૈગમનય અને શબ્દનયના પેટાભેદો જણાવે છે. आद्यशब्दौ द्वित्रिभेदौ
-રૂપ
આદ્યશબ્દૌ દ્વિત્રિભેદૌ
૧-૩૫
આદ્યશબ્દૌ દ્વિ-ત્રિ-ભેદો
૧-૩૫