________________
૭)
અધ્યાય : ૧, સૂત્ર-૩૪
તત્ત્વાર્થાધિગમ સૂત્ર તે અપેક્ષાએ વિદ્વાન છે પણ અંગ્રેજી ભાષા સમજતો નથી એટલે અંગ્રેજી ભાષાના જ્ઞાનની અપેક્ષાએ મૂર્ખ છે.
આમ અનેકાન્તવાદનો મહેલ અપેક્ષાવાદના સ્તંભ (થાંભલા) ઉપર ટકી રહ્યો છે. આથી જ અનેકાન્તવાદને સ્યાદ્વાદ કે અપેક્ષાવાદ પણ કહેવામાં આવે છે.
અનેકાંતવાદ અને સ્યાદ્વાદ આમ આ બન્ને શબ્દો એકસરખા લાગે છે પરંતુ અનેકાંતવાદને સમજવા માટે સ્યાદ્વાદ એક પદ્ધતિ છે.
દા.ત. જ્યાં પોતાના નામનો યશ મળે છે ત્યાં પોપટલાલ દાન આપે છે. પોપટલાલ પોતાની જરૂરિયાત માટે એક એક પૈસાનો હિસાબ રાખે છે.
હવે સ્યાદ્વાદથી કહેવું હોય તો કહી શકાય કે પોપટલાલ ઉદાર છે અથવા પોપટલાલ કંજુસ પણ છે. સ્યાદ્વાદ એ સમાધાનનો માર્ગ છે.
નય એટલે શું?
વસ્તુમાં રહેલા અનેક ધર્મોમાંથી કાર્યને સાધનારા કોઈ એક ધર્મને પ્રધાન કરવો તે નય અથવા દૃષ્ટિ.
વસ્તુમાં રહેલા અનેક ધર્મોનો બોધ થાય તે અનેકાંતવાદ. અનેકાંતવાદને મહેલ કહીએ તો નયો તેના પાયા છે.
એક જ વસ્તુમાં અનેક ગુણો હોવા છતાં વ્યવહારમાં આપણે દરેક વખતે બધા ગુણો તરફ દૃષ્ટિ નથી કરતા પરંતુ પ્રસંગ પ્રમાણે કોઈ એક ગુણને આગળ કરીએ છીએ. આમ વ્યવહારમાં અમૂક અપેક્ષાથી તે તે ગુણને (ધર્મને) આગળ કરવામાં આવે છે.
જેટલી અપેક્ષાઓ છે તેટલા નાયો છે. અપેક્ષાઓ અનંત છે માટે નયો પણ અનંત છે. સૂત્રકાર ભગવંતે મુખ્ય પાંચ નો કહ્યા છે. નૈગમનય, સંગ્રહનય, વ્યવહારનય, ઋજુસૂત્રનય અને શબ્દનય. (૧) નૈગમનય : આ નય ત્રણ રીતે વિચારી શકાય.
સંકલ્પ, અંશ અને ઉપચાર. સંકલ્પઃ એક ક્રિયા કરવા વિશે નિર્ણય કર્યો. તે મુજબ તે ક્રિયા માટે અન્ય પ્રવૃત્તિ