SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અધ્યાય : ૧, સૂત્ર-૩૪ છે તેઓના અર્થો અને શબ્દાર્થોનું જ્ઞાન. સંગ્રહનય = પદાર્થોના સામાન્ય અને વિશેષનો સંગ્રહ જે શબ્દોથી જણાય તે, વ્યવહારનય = જે શબ્દોથી સામાન્ય લોકો જેવું લગભગ ઉપચારરૂપ અને ઘણા જોયોવાળુ જ્ઞાન થાય તે વ્યવહારનય, ઋજુસૂત્રનય = વર્તમાનકાળે વિદ્યમાન પદાર્થો જ પદાર્થ તરીકે કહેવાય, શબ્દનય = જેવો અર્થ તે પ્રમાણે જે શબ્દો વડે કહેવાય તે. સૂત્રાર્થ : નૈગમ – સંગ્રહ – વ્યવહાર – ઋજુસૂત્ર અને શબ્દ આ પાંચ નયો છે. ભાવાર્થ : અપેક્ષા, અભિપ્રાય, દૃષ્ટિ, નય આ બધા શબ્દોના અર્થ સરખા છે, એટલે કે આ શબ્દો એકાર્થક છે. પ્રત્યેક વસ્તુમાં પરસ્પર વિરોધી ધર્મો રહેલા હોય છે. એક જ વ્યક્તિ નિર્બળ પણ હોય અને બળવાન પણ હોય, વિદ્વાન પણ હોય અને મુર્ખ પણ હોય, નિર્ભય પણ હોય અને ડરપોક પણ હોય. આપણને આશ્ચર્ય થાય કે એક વ્યક્તિમાં પરસ્પરવિરોધી ધર્મે કેવી રીતે સંભવી શકે ? આ શંકાને દૂર કરવા સર્વજ્ઞ ભગવંતોએ “અનેકાંતવાદ” નામનો સિદ્ધાંત બતાવ્યો છે. અનેકાંતવાદ કહે છે કે પરસ્પર વિરૂદ્ધ દેખાતા ધર્મો પણ અપેક્ષાભેદથી વિરૂદ્ધ નથી. અનેકાંત શબ્દમાં ત્રણ શબ્દો છે, અન્ + એક + અંત અન્ શબ્દનો અર્થ “નહિ” (નિષેધ) થાય છે. અન્ન એટલે પૂર્ણતા એકથી પૂર્ણતા નહિ તે અનેકાન્ત. એક વસ્તુમાં રહેલા વિરૂદ્ધ ધર્મોમાં અપેક્ષાભેદથી અવિરોધ છે એમ બતાવનાર સિદ્ધાંત તે અનેકાંતવાદ. વસ્તુમાં તે તે ધર્મ છે અને અપેક્ષાભેદથી તે તે ધર્મનો અભાવ પણ છે. હાથી બળવાન છે કે નિર્બળ? સામાન્ય રીતે હાથી બળવાન કહેવાય છે. પરંતુ બળવાન કહેવાતો હાથી સિંહના પંજામાં સપડાય છે ત્યારે નિર્બળ બની જાય છે. આમ હાથીમાં અન્ય પ્રાણીની અપેક્ષાએ બળવાનપણું એ ધર્મ છે જ્યારે સિંહની અપેક્ષાએ નિર્બળતા ધર્મ પણ છે. ગામડામાં ખેતી કરતો અભણ ખેડૂત ખેતી કેમ કરવી તેનું તેને સારું જ્ઞાન છે એટલે
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy