________________
૬૮
અધ્યાય : ૧, સૂત્ર-૩૪
તત્ત્વાર્થાધિગમ સૂત્ર
કે સત્-અસત્તા વિવેક વિનાનું હોવાથી તેમજ ઇચ્છા મુજબ અર્થબોધ કરતા હોવાથી અજ્ઞાન કહેવાય છે.
સર્વજ્ઞ ભગવંતો કહે છે કે, પ્રત્યેક વસ્તુ સ્વ-રૂપે સત્ છે અને પર-રૂપે અસત્ છે. દરેક વસ્તુ સ્વ-દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવની અપેક્ષાએ સત્ છે અને પર-દ્રવ્ય-ક્ષેત્ર-કાળભાવની અપેક્ષાએ અસત્ છે.
ઘડાના ઉદાહરણથી આ વાત સમજીએ
અમદાવાદનો શિયાળામાં બનેલો લાલ રંગનો માટીનો એક ઘડો છે. તે માટીરૂપ સ્વદ્રવ્યની અપેક્ષાએ સત્ છે પણ સુતરરૂપ પરદ્રવ્યની અપેક્ષાએ અસત્ છે.
અમદાવાદરૂપ સ્વક્ષેત્રની અપેક્ષાએ સત્ છે અને મુંબઇરૂપ પરક્ષેત્રની અપેક્ષાએ અસત્ છે.
શિયાળારૂપ સ્વકાળની અપેક્ષાએ સત્ છે અને ઉનાળારૂપ પરકાળની અપેક્ષાએ છે.
અસત્
લાલ રંગરૂપ સ્વભાવ (પર્યાય)ની અપેક્ષાએ ઘડો સત્ છે પણ કાળા રંગરૂપ પરભાવની અપેક્ષાએ અસત્ છે.
આ રીતે પ્રત્યેક પદાર્થમાં સત્ત્વ કે અસત્ત્વ, નિત્યત્વ કે અનિત્યત્વ, સામાન્ય કે વિશેષાદિ ધર્મો હોવા છતા મિથ્યાદષ્ટિ અમુક વસ્તુ સત્ જ છે અને અમુક વસ્તુ અસત્ જ છે. એવા એકાંતરૂપે એકાદ ધર્મનો સ્વીકાર કરી અન્ય ધર્મનો અસ્વીકાર કરે છે. આથી તેનું જ્ઞાન, અજ્ઞાન સ્વરૂપ છે.
સૂત્ર (૧-૩૪) પ્રયોજન ઃ સૂત્રધાર અહીં જુદા-જુદા નયોનું નિરૂપણ કરે છે. नैगमसंग्रहव्यवहारर्जुसूत्रशब्दा नया:
-૨૪
૧-૩૪
નૈગમસંગ્રહવ્યવહારસૂત્રશબ્દા નયાઃ નૈગમ-સંગ્રહ-વ્યવહાર-ઋજુસૂત્ર-શબ્દાઃ નયાઃ ૧-૩૪
શબ્દાર્થ ઃ નૈગમનય = નિગમ એટલે દેશ, જુદા જુદા દેશોમાં જે જે શબ્દો બોલાય