SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અધ્યાય : ૧, સૂત્ર-૩૩ ૬૭ વિષયમાં પણ ક્યારેક સંશય થાય તે સંભવ છે. પણ તેની શ્રદ્ધા મજબૂત હોવાથી સમ્યગ્દર્શનને કારણે સત્યની જિજ્ઞાસા હોવાથી કાં તો સત્યા સત્યનો નિર્ણય કરશે અથવા ‘‘મેં જાણ્યું તે જ સાચુ’’ એવા આભિહિક મિથ્યાત્વને બદલે સર્વજ્ઞ પરમાત્માએ કહ્યું તે સત્ય છે એવી શ્રદ્ધાવાળો જ બોધ હોય છે. માટે તેનો બોધ યથાર્થ કહ્યો. વ્યવહારિક ભાષામાં કહીએ તો જીવ બે પ્રકારના - મોક્ષાભિમુખ અને સંસારાભિમુખ. મોક્ષાભિમુખ આત્મામાં સમભાવની માત્રા અને આત્મ વિવેક હોય છે. તેથી તે જ્ઞાનનો ઉપયોગ હેય - ઉપાદેય પૂર્વક કરે છે. માટે તેને યથાર્થ બોધ ગણ્યો. સંસારાભિમુખ આત્મા પોતાના જ્ઞાનનો ઉપયોગ સંસાર વાસનાની પુષ્ટિ માટે કરે છે, માટે તેનો બોધ યથાર્થ બોધ ગણ્યો નથી. સંસારાભિમુખ આત્મા જ્ઞાનનો ઉપયોગ પુદ્ગલ પોષણમાં કરે છે. આથી જ મિથ્યાર્દષ્ટિનું લૌકિક દૃષ્ટિએ ઉચ્ચ કક્ષાનું જ્ઞાન પણ શાસ્રર્દષ્ટિએ અજ્ઞાન કહેવાય છે. સૂત્ર (૧-૩૩) પ્રયોજન : મિથ્યાદૅષ્ટિના પ્રથમ ત્રણ જ્ઞાન વિપરીત કેમ ? તેના કારણો જણાવે છે. सदसतोरविशेषाद् यदच्छोपलब्धेरुन्मत्तवत्त् ૬-૨૨ ૧-૩૩ સદસતોરવિશેષાદ્ યદચ્છોપલબ્ધરુન્મત્તવત્ સદ્-અસતોઃ અવિશેષાદ્યદેચ્છા-ઉપલબ્ધઃ ઉન્મત્તવત્ ૧-૩૩ શબ્દાર્થ : સત્ = વાસ્તવિકતા અથવા સત્પદાર્થ, અસત્ = અવાસ્તવિકતા અથવા અસત્ પદાર્થ, અવિશેષાત્ = તફાવત રહિત (ભેદ ન જાણતા), યઢેચ્છા-ઉપલબ્ધિ = વિચારશૂન્ય-ઉપલબ્ધિના કારણથી મરજી પ્રમાણે, ઉન્મત્તવત્ = ગાંડાની જેમ. સૂત્રાર્થ : (મિથ્યાદૅષ્ટિ જીવોને) સત્ અને અસત્ પદાર્થની વિશેષતા સમજી ન શકવાથી (પોતાની ઇચ્છા મુજબ શાસ્ત્રોનો અર્થબોધ કરતા હોવાથી) ઉન્માદી અથવા ગાંડા માણસની જેમ (તે જીવોનું જ્ઞાન અજ્ઞાન છે). ભાવાર્થ : મિથ્યાદૃષ્ટિ જીવો એકાન્તવાદી હોય છે. જેમ ગાંડા માણસનું જાણેલું અને બોલાયેલું વાક્ય મિથ્યા હોય છે, તેમ મિથ્યાર્દષ્ટિ જીવોનું જ્ઞાન એકાન્ત હોવાથી એટલે
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy