________________
અધ્યાય : ૧, સૂત્ર-૭૨
તત્ત્વાર્થાધિગમ સૂત્ર
શબ્દાર્થ : મતિ-શ્રુત-અવધિ = મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન,અવધિજ્ઞાન, વિપર્યય
વિપરીત.
સૂત્રાર્થ : મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન એમ ત્રણ જ્ઞાનો વિપરીત પણ હોય
૬૬
છે.
ભાવાર્થ : મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન આ ત્રણ જ્ઞાનો સમ્યગ્દષ્ટિને પણ થાય છે અને મિથ્યાર્દષ્ટિને પણ થાય છે. જો સમ્યગ્દષ્ટિને થાય તો તે સમ્યજ્ઞાન કહેવાય છે અને મિથ્યાર્દષ્ટિને થાય તો મિથ્યાજ્ઞાન કહેવાય છે, પરંતુ મન:પર્યવજ્ઞાન અને કેવલજ્ઞાન તો ફક્ત સમ્યગ્દષ્ટિ જીવોને જ થાય છે. માટે તે બે જ્ઞાનોમાં વિપર્યયતા સંભવતી નથી.
શંકા : જ્ઞાન અજ્ઞાન શી રીતે હોઈ શકે ? શું પ્રકાશ અંધકારરૂપ હોય ?
સમાધાન : અહીં અજ્ઞાનનો અર્થ જ્ઞાનનો અભાવ એવો અર્થ કરવો નહીં, પરંતુ વિપરીત જ્ઞાન છે. આધ્યાત્મિક દૃષ્ટિએ જેનાથી વસ્તુનો યથાર્થ બોધ થાય તેને જ જ્ઞાન કહેવાય. આથી જેનાથી વિપરીત બોધ થાય તે બાહ્યદૃષ્ટિએ જ્ઞાન હોવા છતાં આધ્યાત્મિક દૃષ્ટિએ અજ્ઞાન જ છે. જ્ઞાનનું પ્રયોજન યથાર્થ બોધ કરવો એ છે. વિપરીત જ્ઞાનથી એ પ્રયોજન સિદ્ધ થતું ન હોવાથી આધ્યાત્મિક દૃષ્ટિએ વિપરીત જ્ઞાન એ અજ્ઞાન જ છે, ભૌતિક દષ્ટિવાળું જે જ્ઞાન તે અજ્ઞાન છે. જ્યારે મિથ્યાત્વ મોહનો ઉદય હોય છે ત્યારે વસ્તુનો યથાર્થ બોધ થતો નથી, વિપરીત જ બોધ થાય છે. આથી મિથ્યાદૅષ્ટિના મતિ, શ્રુત અને અવધિ એ ત્રણ જ્ઞાન અજ્ઞાનરૂપ છે. મિથ્યાત્વ મોહનો નાશ થતાં સમ્યગ્દર્શન ગુણ પ્રગટે છે. સમ્યગ્દર્શનના પ્રભાવથી વસ્તુનો યથાર્થ બોધ થાય છે. આથી સમ્યગ્દષ્ટિ જીવનું જ્ઞાન જ્ઞાનસ્વરૂપ છે.
શંકા : શું સમ્યગ્દષ્ટિ જીવને કોઈ વિષયમાં સંશય કે વિપરીત બોધ ન થાય ? અને જો થાય તો એનો બોધ યથાર્થ જ હોય એવો નિયમ ક્યાં રહ્યો?
સમાધાન : સમ્યગ્દષ્ટિને પણ કોઈ વિષયમાં સંશય કે વિપરીત બોધ થઈ જાય એ સંભવ છે. અહીં યથાર્થ બોધનો અર્થ પ્રમાણશાસ્ત્રની દૃષ્ટિએ નથી પણ અધ્યાત્મશાસ્ત્રની દૃષ્ટિએ છે. જેમ દોરડું છે તેમાં દોરડાનું જ્ઞાન એ યથાર્થ બોધ છે પણ સર્પનું જ્ઞાન થાય તે અયથાર્થ છે કારણકે ત્યાં સર્પ નથી. આ ઉપરાંત સમ્યકત્વયુક્ત જીવને આધ્યાત્મિક