SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય : ૧, સૂત્ર-૩૧ તત્ત્વાર્થાધિગમ સૂત્ર સૂત્ર (૧-૩૧) પ્રયોજન : એક જીવને એક સાથે કેટલા જ્ઞાન હોઈ શકે તે વાત અહીં રજુ કરે છે. एकादीनि भाज्यानि युगपदेकस्मिन्नाचतुर्थ्यः १-३१ એકાદીનિ ભાજ્યાનિ યુગપદેકસ્મિન્નાચતુર્ભ ૧-૩૧ એકાદીનિ ભાજ્યાનિ યુગપદ્ધ એકસ્મિનું આચતુર્ભ ૧-૩૧ શબ્દાર્થ એકાદીનિ = એકથી આરંભીને એક-બે-ત્રણ, ભાજયાનિ = ભજના હોવી, સંભાવના, હોઇ શકે, યુગપદ્ = એક સાથે, આચતુર્ભુઃ = ચાર (જ્ઞાન) સુધી સૂત્રાર્થઃ એક જીવમાં એકીસાથે એક, બે, ત્રણ કે ચાર જ્ઞાન હોઈ શકે. ભાવાર્થ : એક જ્ઞાન : જ્યારે જીવ નિસર્ગ સમ્યકત્વ પામે છે ત્યારે તુરંત મતિ અજ્ઞાન, મતિજ્ઞાન ગણાય છે. તે વખતે જ્યાં સુધી શ્રુત કે શાસ્ત્રનો અભ્યાસ ન હોય ત્યાં સુધી શ્રુતજ્ઞાન હોતું નથી. માત્ર મતિજ્ઞાન હોય છે. જો કે તે વખતે પણ શ્રુતજ્ઞાન અક્ષરના અનંતમા ભાગ રૂપ હોય જ છે પરંતુ શાસ્ત્રોનું વિશિષ્ટ શ્રુતજ્ઞાન નથી. તે વખતે શાસ્ત્રોનો અભ્યાસ હજુ નથી પરંતુ અલ્પમાત્રાએ તો શ્રત પણ હોય જ છે તેની માત્રા અલ્પ હોવાથી એકલું મતિજ્ઞાન છે એમ કહેવાય છે. અથવા કેવળજ્ઞાન જ્યારે હોય ત્યારે તે એકલું જ હોય છે. કેમકે કેવળજ્ઞાન પરિપૂર્ણ હોવાથી એ સમયે અન્ય અપૂર્ણ બીજા જ્ઞાનનો સંભવ નથી. બે જ્ઞાનઃ જ્યારે જીવને શ્રુતજ્ઞાનના અભ્યાસ સાથે મતિજ્ઞાન હોય ત્યારે બે જ્ઞાન હોય છે. મતિ અને શ્રુત. ત્રણ જ્ઞાન : જીવને એક સાથે ત્રણ જ્ઞાન હોય તેવો સંભવ માત્ર અપૂર્ણ અવસ્થામાં જ હોય છે. તેમાં અવધિજ્ઞાન કે મન:પર્યવજ્ઞાન વિકલ્પ હોય છે. પણ મતિ અને શ્રુત સાથે જ હોય છે. આમ ત્રણ જ્ઞાન હોય તો મતિ, શ્રુત અને અવધિજ્ઞાન અથવા મતિ, શ્રત અને મન:પર્યવજ્ઞાન હોય છે. ચાર જ્ઞાન: ચાર જ્ઞાન પણ અપૂર્ણ અવસ્થામાં જ એક સાથે હોય છે. મતિ, શ્રુત, અવધિ અને મન:પર્યવ એમ ચાર જ્ઞાન જીવને એકી સાથે હોઈ શકે છે. શંકા શાસ્ત્રમાં એકેન્દ્રિય જીવોમાં પણ મતિ શ્રુતજ્ઞાનનો સ્વીકાર કરવામાં આવ્યો છે. એટલે સર્વજીવોમાં મતિ-શ્રત એ બે જ્ઞાન હોય છે, તો કેવળ મતિજ્ઞાન કેમ હોઈ શકે?
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy