SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર ૬૨ અધ્યાય ઃ ૧, સૂત્ર-૨૯-૩૦ સૂત્ર (૧-૨૯) પ્રયોજન ઃ આ સૂત્રમાં મનઃપર્યવજ્ઞાનનો વિષય રજુ કર્યો છે. -૨૧ तदनन्तभागे मनःपर्यायस्य તદનન્તભાગે મનઃપર્યાયસ્ય તદ્ અનન્તભાગે મનઃપર્યાયસ્ય ૧-૨૯ ૧-૨૯ શબ્દાર્થ : તદ્ = તે (અવધિજ્ઞાનના), અનન્તભાગે = અનન્તમા ભાગે, મન:પર્યાયસ્ય = મન:પર્યવજ્ઞાનનો. સૂત્રાર્થ : મનઃપર્યવજ્ઞાનનો વિષય તેનાથી (અવધિજ્ઞાનના વિષયથી) અનન્તમો ભાગ છે. ભાવાર્થ : અવધિજ્ઞાની સર્વરૂપી પદાર્થોને જાણી શકે છે. મન:પર્યવજ્ઞાની તેના અનંતમા ભાગના જ રૂપી પદાર્થોને જાણી શકે છે. કારણ કે મનઃપર્યવજ્ઞાની અઢીદ્વીપમાં રહેલા સંશીપંચેન્દ્રિય જીવોના મનરૂપે પરિણમેલા મનોવર્ગણાના પુદ્ગલોને અને તેના પર્યાયોને જાણી શકે છે. આ કારણે જ મન:પર્યવજ્ઞાનનો વિષય અવધિજ્ઞાનના વિષય કરતાં અનંતમા ભાગે છે. છતાં વિશુદ્ધિમાં અધિક હોવાથી તેનો નંબર અવધિજ્ઞાન કરતાં આગળ છે. = સૂત્ર (૧-૩૦) પ્રયોજન ઃ આ સૂત્રથી કેવળજ્ઞાનનો વિષય જણાવે છે. सर्वद्रव्यपर्यायेषु केवलस्य ૨-૨૦ સર્વદ્રવ્યપર્યાયેષુ કેવલમ્ય ૧-૩૦ સર્વ-દ્રવ્ય-પર્યાયેષુ કેવલસ્ય ૧-૩૦ શબ્દાર્થ : સર્વ = બધા, દ્રવ્ય = (રૂપી-અરૂપી) દ્રવ્યો, પર્યાય = પર્યાયોમાં, કેવલ - કેવળજ્ઞાન. સૂત્રાર્થ : કેવલજ્ઞાનનો વિષય સર્વદ્રવ્યો અને સર્વ પર્યાયો છે.
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy