________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર
અધ્યાય : ૧, સૂત્ર-૨૮
૬૧
શંકા : સૂત્રકારના જણાવ્યા પ્રમાણે મતિ અને શ્રુતજ્ઞાન દ્વારા રૂપી-અરૂપી બધા દ્રવ્યો જાણી શકાય છે તો પછી મતિ અને શ્રુતજ્ઞાન વડે ગ્રહણ કરાયેલા વિષયમાં (અર્થાત્ જાણેલા વિષયમાં) કંઈ ઓછું કે વધારે છે જ નહીં તેમ માનવું પડશેને ?
સમાધાન ઃ દ્રવ્યોને ગ્રહણ કરવાની અપેક્ષાએ બંનેના વિષયોમાં કંઈ ઓછું કે વધારે નથી, પણ પર્યાયો ગ્રહણ કરવાની અપેક્ષાએ બંનેના વિષયોમાં તફાવત છે.
મતિ-શ્રુત જ્ઞાન દ્રવ્યોના પરિમિત પર્યાયને જ જાણી શકે છે એટલી સમાનતા જરૂર છે પણ મતિજ્ઞાન વર્તમાનગ્રાહી હોવાથી વર્તમાન પર્યાયોને જ ગ્રહણ કરી શકે છે. શ્રુતજ્ઞાન ત્રિકાળગ્રાહી હોવાથી ત્રણે કાળના પર્યાયોને ગ્રહણ કરી શકે છે. માટે મતિજ્ઞાન કરતાં શ્રુતજ્ઞાન ઘણું વધારે છે.
સૂત્ર (૧-૨૮) પ્રયોજન : અવધિજ્ઞાનનો વિષય બતાવ્યો છે.
रूपिष्ववधेः
૬-૨૮
૧-૨૮
૧-૨૮
રૂપિવધેઃ રૂપિયુ અવધેઃ
શબ્દાર્થ : રૂપિષુ = રૂપી દ્રવ્યો વિશે, અવધિ સૂત્રાર્થ : અવધિજ્ઞાનનો વિષય રૂપી દ્રવ્યો છે.
ભાવાર્થ : વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ જેમાં હોય તેને રૂપી કહેવાય છે. અવધિજ્ઞાનથી રૂપી દ્રવ્યો જાણી શકાય છે. પુદ્ગલાસ્તિકાય એ રૂપી દ્રવ્ય છે. ઉતકૃષ્ટ અવિધજ્ઞાનથી સમસ્ત પુદ્ગલ દ્રવ્ય જાણી શકાય છે. અતીત-અનાગત-વર્તમાનના ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય રૂપી અનંતા પર્યાયોમાંથી સર્વ પર્યાયોને ન જાણતાં તેમાંના કેટલાક પર્યાયોને જાણે છે. કારણ કે આ જ્ઞાન પણ ક્ષાયોપમિક ભાવનું છે, પરંતુ ક્ષાયિકભાવનું નથી.
=
અવિધજ્ઞાન.