SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અધ્યાય : ૧, સૂત્ર-૨૭ ૫૯ સમાધાન : અવધિજ્ઞાનથી તો રૂપી એવા મનના પુગલો જ જણાય છે. પરંતુ વિશિષ્ટ અવધિજ્ઞાન હોય તો આ પુદ્ગલો ઘણા સ્પષ્ટ દેખે છે પછી અનુમાન કરે છે તે અનુમાન લગભગ સત્ય હોય છે પણ મન:પર્યવજ્ઞાનની જેમ સાક્ષાત અને વિશિષ્ટપણે જાણતો નથી. વિશુદ્ધ અવધિજ્ઞાન વડે મનના વિચારોની પણ કલ્પના કરી શકાય છે. જેમ કે અનુત્તર દેવો કોઈ પ્રશ્ન કરે ત્યારે ભગવંતે આપેલો ઉત્તર તો દ્રવ્ય મનથી જ હોય છે. છતાં આ દ્રવ્યમનથી આપેલો ઉત્તર અવધિજ્ઞાની એવા અનુત્તરવાસી દેવો જાણી શકે છે. કારણ કે ભગવાનનું દ્રવ્યમન તે પૌગલિક રૂપી પદાર્થ છે. શંકા : તો અવધિ અને મન:પર્યવજ્ઞાનમાં વિશુદ્ધિની દૃષ્ટિએ ભેદ ક્યાં રહ્યો ? સમાધાન : મનના વિચારોને મન:પર્યવજ્ઞાની જેટલી સૂક્ષ્મતાથી જાણી શકે તેટલી સૂક્ષ્મતાથી વિશુદ્ધ અવધિજ્ઞાની જાણી શકે નહિ. અવધિજ્ઞાનમાં ક્ષેત્ર, સ્વામી અને વિષયની બાબતમાં અધિક વિશેષતા હોવા છતાં વિશુદ્ધિની બાબતમાં તે અત્યંત પાછળ પડી જાય છે. આથી અવધિજ્ઞાનની અપેક્ષાએ મન:પર્યવજ્ઞાનનું અધિક મહત્ત્વ છે. એક ડોક્ટર આંખ, કાન, ગળુ, દાંત, પેટ, છાતી વગેરેના રોગોનું જ્ઞાન ધરાવે છે, પણ સ્થલ જ્ઞાન ધરાવે છે. જ્યારે બીજો ડોક્ટર આંખ વગેરે કોઈ એક જ અંગના રોગનું જ્ઞાન ધરાવે છે પણ અત્યંત સૂક્ષ્મ જ્ઞાન મેળવીને તે વિષયનો સ્પેશ્યાલીસ્ટ બનેલો છે તેથી તે તે રોગના દર્દીઓને તે વધારે ઉપયોગી બને છે. આ રીતે અવધિજ્ઞાનની અપેક્ષાએ મન:પર્યવજ્ઞાનમાં ક્ષેત્ર આદિમાં અલ્પતા હોવા છતાં વિશુદ્ધિ અધિક હવાથી તેનું મહત્વ વધી જાય છે. સૂત્ર (૧-૨૭) પ્રયોજન ઃ મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનની વિષય જાણવાની મર્યાદા બતાવે છે. मतिश्रुतयोर्निबन्धः सर्वद्रव्येष्वसर्वपर्यायेषु મશ્રિતયોર્નિબન્ધઃ સર્વદ્રવ્યધ્વસર્વપર્યાયેષ ૧-૨૭ મતિ - શ્રુતયોઃ નિબન્ધઃ સર્વદ્રવ્યષુ અસર્વપર્યાયેષુ ૧-૨૭ શબ્દાર્થ મતિ = મતિજ્ઞાન, શ્રુત = શ્રુતજ્ઞાન, નિબન્ધ = પ્રવૃત્તિ અથવા વિષય, સર્વદ્રવ્ય = બધા જ દ્રવ્યો, અસર્વપર્યાય = કેટલાક પર્યાયો.
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy