________________
૫૮
અધ્યાય : ૧, સૂત્ર-૨૬
તત્ત્વાર્થાધિગમ સૂત્ર શબ્દાર્થ : વિશુદ્ધિ = વિશેષ પ્રકારે શુદ્ધિ, ક્ષેત્ર = લોકમાં કેટલા હિસ્સાને સ્પર્શ છે તે. સ્વામિ = માલિક, વિષય = આ જ્ઞાન કેટલું જાણે છે. અવધિ = અવધિજ્ઞાન. મન:પર્યાય = મન:પર્યવજ્ઞાન.
સૂત્રાર્થ : અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાનની વચ્ચે વિશુદ્ધિ દ્વારા, ક્ષેત્ર દ્વારા, સ્વામિ દ્વારા અને વિષય દ્વારા તફાવત છે.
ભાવાર્થ : અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાનની વચ્ચે નીચે પ્રમાણે ચાર પ્રક્રિયાથી તફાવત છે. (૧) વિશુદ્ધિ અવધિજ્ઞાન કરતાં મન:પર્યવજ્ઞાન વધારે વિશુદ્ધ છે. અવધિજ્ઞાન પોતાના
વિષયને જેવો જોઈ શકે છે તેના કરતાં મન:પર્યવજ્ઞાનવાળા જીવો મન:પર્યવજ્ઞાનથી પોતાના વિષયને વધારે સ્પષ્ટ જુએ છે. કારણકે ઋજુમતિ અને વિપુલમતિવાળા
આત્માની નિર્મળતા વધારે છે. (૨) ક્ષેત્ર : મન:પર્યવજ્ઞાનના ક્ષેત્રથી અવધિજ્ઞાનનું ક્ષેત્ર વિશાળ છે. અવધિજ્ઞાની
અંગુલના અસંખ્યાત ભાગમાં જેટલા રૂપી દ્રવ્યો રહ્યા હોય તે સર્વ દ્રવ્યોને જુએ અને શુભ અધ્યવસાયના બળ વધતા જતા જ્ઞાનથી સર્વલોકમાં રહેલા રૂપી દ્રવ્યોને પણ જુએ છે, જ્યારે મન:પર્યવજ્ઞાની માત્ર અઢીદ્વીપના તથા બે સમુદ્રના સંસી
પંચેન્દ્રિય (મનુષ્ય, તિર્યંચ અને દેવ) ના મનના વિચારોને જાણી શકે છે. (૩) સ્વામી : અવધિજ્ઞાન ચારેય ગતિમાં રહેલા સમ્યગ્દષ્ટિ કે મિથ્યાષ્ટિ જીવોને
ઉત્પન્ન થાય છે. જ્યારે મન:પર્યવજ્ઞાન મનુષ્ય ગતિમાં સાતમા ગુણસ્થાને રહેલા સંયમી આત્માઓને જ ઉત્પન્ન થાય છે. સાત થી બાર ગુણસ્થાન સુધી જ આ જ્ઞાન
રહે છે. (૪) વિષય : અવધિજ્ઞાનનો વિષય સર્વરૂપી દ્રવ્યો છે અને તેના અલ્પ પર્યાયો છે.
જ્યારે મન:પર્યવજ્ઞાનનો વિષય માત્ર સંજ્ઞી પંચેન્દ્રિય જીવો વડે ગ્રહણ કરેલા મનોવર્ગણાના પુદ્ગલો અને તેના કેટલાક પર્યાયો હોવાથી અવધિજ્ઞાનના વિષયથી અનંતમાં ભાગ પ્રમાણ છે.
શંકા : મનના પર્યાયો પણ શું અવધિજ્ઞાનનો વિષય છે? તેનાથી મનના વિચારો જાણી શકાય ?