________________
૫૭
તત્ત્વાર્થાધિગમ સૂત્ર
અધ્યાય : ૧, સૂત્ર-૨૬ શબ્દાર્થઃ વિશુદ્ધિ = વિશેષ પ્રકારે શુદ્ધિ, અપ્રતિપાત – અવિનાશી, તદ્ = તે (ઋજુમતિ -વિપુલમતિ), વિશેષ = વિશેષતા (ભદ).
સૂત્રાર્થ (ઋજુમતિ અને વિપુલમતિ એમ બંને પ્રકારના મન:પર્યવજ્ઞાનની વચ્ચે) વિશુદ્ધિ દ્વારા અને અપ્રતિપાત દ્વારા એમ બે પ્રકારે વિશેષતા (ભેદ) છે.
ભાવાર્થ સૂત્ર ૧-૨૪ માં સામાન્યથી ઋજુમતિ અને વિપુલમતિનો ભેદ પ્રગટ કર્યો છે. છતાં સૂત્રકાર ભગવંતે તેના માટે અલગ સૂત્રની રચના કરી હોવાથી અહીં ફરીથી તે તફાવતનાં કારણો બતાવવા રૂપે નોંધ લીધી છે.
વિશુદ્ધિ અને અપ્રતિપાતિ એમ બે રીતે બંને જ્ઞાનમાં તફાવત છે. (૧) વિશુદ્ધિઃ ઋજુમતિ મન:પર્યવજ્ઞાન કરતાં વિપુલમતિ મન:પર્યવજ્ઞાન ઘણું જ વધારે શુદ્ધ છે. ધારોકે કોઈ વ્યક્તિ ટેબલનો વિચાર કરે છે. ઋજુમતિ મન:પર્યવજ્ઞાની તેના મનોવર્ગણાના પુદ્ગલો પરથી એટલું જ જાણશે કે એ વ્યક્તિએ ટેબલ વિશે વિચાર્યું.
જ્યારે વિપુલમતિ મન:પર્યવજ્ઞાની તે મનોવર્ગણાના પુદ્ગલો પરથી એટલું વિશેષ નક્કી કરી શકશે કે એ વ્યક્તિએ અમુક રંગના, અમુક આકારના, અમુક સ્થળે રહેલા લાકડાના ટેબલ વિશે વિચાર કર્યો છે. આ રીતે ઋજુમતિ કરતાં વિશેષ પર્યાયોને વિપુલમતિ જુએ છે. ઋજુમતિ એ સામાન્ય પ્રાણી છે જ્યારે વિપુલમતિ વિવિધ ભેદને જાણતું એવું વિશેષ ગ્રાહી જ્ઞાન છે. (૨) અપ્રતિપાતી : ઋજુમતિ મન:પર્યવજ્ઞાન વારંવાર ચાલ્યું પણ જાય છે જ્યારે વિપુલમતિ મન:પર્યવજ્ઞાન ન જ જાય કેમ કે તે અપ્રતિપાતી છે. વિપુલમતિ મનઃ પર્યવજ્ઞાન ઉત્પન્ન થયા બાદ અવશ્ય કેવળજ્ઞાન ઉત્પન્ન થાય જ.
સૂત્ર (૧-૨૬) પ્રયોજનઃ અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાનમાં જુદા-જુદા કારણોથી તફાવતને રજુ કર્યો છે. विशुद्धिक्षेत्रस्वामिविषयेभ्योऽवधिमनःपर्याययोः १-२६ વિશુદ્ધિક્ષેત્રસ્વામિવિષયેભ્યોડવધિમન:પર્યાયયોઃ ૧-૨૬ વિશુદ્ધિ-ક્ષેત્ર-સ્વામિ-વિષયેભ્યઃ અવધિ-મન:પર્યાયયોઃ ૧-૨૬