SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬ અધ્યાય : ૧, સૂત્ર-૨૫ તત્ત્વાર્થાધિગમ સૂત્ર શંકા : મનના પર્યાયો એટલે શું? સમાધાન પંચેન્દ્રિય જીવો બે પ્રકારે છે (૧) મનવાળા અને (૨) મન વગરના. અર્થાત્ સંજ્ઞી અને અસંજ્ઞી મનવાળા પ્રાણીઓનો જન્મ વખતે જ મનઃ પર્યાપ્તિ બનવાની શરૂઆત થઈ જાય છે. પછી જીવ તેના અને કાયયોગના બળથી મનોવર્ગણાના પુદ્ગલોને આકર્ષે છે. તે આકર્ષેલા પુગલોનો સહારો લઈને વિચારણા કરી શકાય તેવા મનપણે પરિણાવે છે. પરિણમાવીને તેનું મન બનાવે છે અને તે મનથી (મનનું આલંબન લઈને) વિચાર કરે છે. વિચાર્યા બાદ તરત તે મનનાં પગલોને છોડી દે છે. આ રીતે મનોવર્ગણાના પુદ્ગલોનું ગ્રહણ - પરિણમન - અવલંબન અને વિસર્જન ચાર ક્રિયા થાય છે. તે ક્રિયા સમયે જેવા વિચાર હોય તેવી આકૃતિ તે પુગલોની ગોઠવાય છે તેને મનના પર્યાય કહેવાય છે. શંકાઃ આખી પ્રક્રિયા જાણવાથી એમ થાય છે કે મન:પર્યવજ્ઞાનમાં નિમિત્તભૂત મન હશે. સમાધાનઃ ના, તે સત્ય નથી. મન:પર્યવજ્ઞાન થવામાં એટલે ઉત્પત્તિમાં કારણભૂત મન નથી. તે જ્ઞાનની ઉત્પત્તિ તો આત્માની શુદ્ધિથી જ થાય છે. આ જ્ઞાન સ્વ-પર બંનેના મનના પર્યાયો જાણવામાં મદદગાર છે પણ તે આત્માની મદદથી થાય છે, ઈન્દ્રિયો દ્વારા થતું નથી માટે મન એ મન:પર્યવજ્ઞાનની ઉત્પત્તિનું કારણ નથી. જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી આ મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થાય છે. સૂત્ર (૧-૨૫) પ્રયોજન ઋજુમતિ અને વિપુલમતિ મન:પર્યવજ્ઞાનમાં રહેલો તફાવત બતાવે છે. विशुद्धयप्रतिपाताभ्यां तद्विशेषः १-२५ વિશુદ્ધયપ્રતિપાતાભ્યાં તદ્ધિશેષઃ ૧-૨૫ વિશુદ્ધિ-અપ્રતિપાતાભ્યાં તદ્વિશેષઃ ૧-૨૫
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy