SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ અધ્યાય : ૧, સૂત્ર-૨૩ તત્ત્વાર્થાધિગમ સૂત્ર પરમાવધિજ્ઞાન કે જેના પછી અંતર્મુહૂર્તમાં અવશ્ય કેવળજ્ઞાન થાય તેનો સમાવેશ અપ્રતિપાતી અવધિજ્ઞાનમાં છે. શંકા : હીયમાન અને પ્રતિપાતી અવધિજ્ઞાનમાં શું તફાવત છે ? સમાધાનઃ ધીમે ધીમે ઘટતું જાય તે હીયમાન અને એક સાથે સર્વથા ચાલ્યું જાય તે પ્રતિપાતી કહેવાય છે. શંકા : પરમાવધિજ્ઞાન માટે કહ્યું કે અલોકમાં જો રૂપી દ્રવ્ય હોત તો જોઈ શકત પરંતુ અલોકાકાશમાં રૂપી દ્રવ્યો તો કોઈ છે જ નહિ, પછી તેવા અવધિજ્ઞાનની શક્તિ કહેવાનો અર્થ શું? સમાધાન : આ ક્ષયોપશમની શક્તિનું માપ છે, જો પદાર્થ હોત તો જોઈ શકત. ત્યાં પદાર્થ નથી એટલે કંઈ જોતા નથી પરંતુ જોનારની શક્તિ તો છે જ. જેમ આકાશ તરફ ઉંચુ જોનારની આંખોની શક્તિ એવી છે કે જો ૩૦૦-૪૦૦ ફુટવાળા ક્ષેત્રમાં કોઈ પંખી કે વિમાન ઉડતું હોત તો જોઈ શકત. ફક્ત પંખી કે વિમાન ઉડતું ન હોય તો કંઈ દેખાય નહિ. તેનો અર્થ એ નથી કે ચક્ષુથી જોવાની શક્તિ નથી. જેમ જેમ દૂર દૂરનું ક્ષેત્ર જોવાની શક્તિ વધતી જાય છે તેમ તેમ લોકની અંદર રહેલા રૂપી દ્રવ્યોમાં સૂક્ષ્મ-સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ સ્કંધોને પણ જાણી શકે છે તથા તેના વધુ-વધુ પર્યાયોને વધારે સ્પષ્ટપણે જાણે છે. આ પ્રમાણે લોક બહારની અવધિજ્ઞાનની શક્તિ, લોકની અંદરના દ્રવ્યોને વધુ સૂક્ષ્મ અને સ્પષ્ટપણે જાણી શકે છે. કાળથી જોવાની શક્તિ વધતા વધતા અસંખ્યાતી ઉત્સર્પિણી અને અસંખ્યાતી અવસર્પિણી કાળમાં બનેલા રૂપી દ્રવ્યોના પર્યાયોને પણ જાણી શકે છે. શંકાઃ તમે અવધિજ્ઞાનના છ ભેદો કહ્યા પણ દેવ-નારકીના અવધિજ્ઞાનમાં આ છ ભેદોમાંથી કેટલા ઘટે ? સમાધાનઃ અનુગામી અને અપ્રતિપાતી એમ બે જ ભેદો હોઈ શકે, પરંતુ પ્રતિપક્ષી (વિરોધી) ભેદો ન હોવાથી આ ભેદો પાડવાનો કોઈ અર્થ નથી. ટૂંકમાં મનુષ્ય-તિર્યંચના અવધિજ્ઞાનના જ આ છ ભેદો પાડવામાં આવ્યા છે. તેમાં પણ તિર્યંચોને અપ્રતિપાતી વિના પાંચ ભેદો હોય છે અને મનુષ્યોને છ એ ભેદો હોય છે.
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy