________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર
અધ્યાય : ૧, સૂત્ર-૨૩
૫૩
સ્થાનેથી બીજા સ્થાને લઈ જાઓ તો પણ વસ્ત્રનો રંગ કાયમ રહે છે. તે પ્રમાણે જે અવધિજ્ઞાન એની ઉત્પત્તિના ક્ષેત્રને છોડીને બીજા સ્થાને જ્ઞાનનો માલિક જાય તો પણ કાયમ રહે છે તે અનુગામી કહેવાય છે.
(૨) અનનુગામી : જેમ થાંભલા પર ગોઠવેલો દીવો જ્યાં હોય ત્યાં જ પ્રકાશ પાથરે બીજે સ્થળે થાંભલાને લઈ જઈ શકાય નહિ. તેમ જેને એવું અવધિજ્ઞાન પ્રગટ થયું હોય. તે જ્ઞાન તેની સાથે સર્વત્ર ન જાય, પરંતુ નિયતસ્થાને આવે ત્યારે જ બોધ કરાવે. આવા પ્રકારનું ક્ષેત્ર નિમિત્તેક ક્ષયોપશમવાળું અવધિજ્ઞાન અનનુગામી કહેવાય છે.
(૩) વર્ધમાન દિન-પ્રતિદિન પ્રશસ્ત-પ્રશસ્તતર અધ્યવસાયોને કારણે જે અવધિજ્ઞાન દ્રવ્ય - ક્ષેત્ર - કાળની અપેક્ષાએ વધતું જાય તે વર્ધમાન અવધિજ્ઞાન કહેવાય છે. આ અવધિજ્ઞાન જઘન્યથી અંગુલના અસંખ્યાતમા ભાગમાં રહેલાં જે રૂપી દ્રવ્યો હોય તેને જોવાની શક્તિ ધરાવે છે. તેમાં ઉત્તરોત્તર વૃદ્ધિ થતાં ચૌદ રાજલોક સુધીના ક્ષેત્રમાં રહેલા રૂપી દ્રવ્યોને જોવાની શક્તિ સુધી વધે છે ત્યારે તેને લોકાવિધ કહેવાય છે.
ત્યારબાદ વૃદ્ધિ પામતું અવિધજ્ઞાન અલોકાકાશમાં પણ જો કોઈ રૂપી દ્રવ્ય હોત તો જોઈ શકે તેવી વિશિષ્ટ શક્તિ ઉત્પન્ન કરે છે. ત્યારે તેને પરમાધિ કહેવાય છે. પરમાધિજ્ઞાન, અપ્રતિપાતી જ હોય છે અર્થાત્ કેવળજ્ઞાન પ્રાપ્ત કરાવે જ છે.
(૪) હીયમાન : ઉત્તરોત્તર અશુભ અધ્યવસાયોને કારણે જે અવધિજ્ઞાન ઘટતું જાય તે હીયમાન અધિજ્ઞાન કહેવાય છે. આ અવિધજ્ઞાન ઘટતા ઘટતા અંગુલના અસંખ્યાતમા ભાગના રૂપી દ્રવ્યોને જાણનારું થાય છે. ત્યારબાદ તે સ્થિતિમાં સ્થિર પણ રહે છે અને ક્યારેક સર્વથા નષ્ટ પણ થાય છે.
(૫) પ્રતિપાતી ઃ જઘન્યથી અંગુલના અસંખ્યાતમા ભાગથી માંડીને ઉત્કૃષ્ટથી સમસ્ત લોક સુધીનું જે અવધિજ્ઞાન થાય અને વિજળીના ઝબકારાની જેમ ચાલ્યું જાય, વિનાશ પામી જાય તે પ્રતિપાતી અવધિજ્ઞાન કહેવાય છે.
(૬) અપ્રતિપાતી : આ અવધિજ્ઞાન જીવનપર્યંત સાથે જ રહે. કોઈ જીવને ભવાંતરમાં પણ સાથે જાય અથવા કોઈને કેવળજ્ઞાન ઉત્પન્ન થાય ત્યાં સુધી પણ રહે.