________________
૫૨.
અધ્યાય : ૧, સૂત્ર-૨૩
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અવધિજ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ અવશ્ય થાય જ છે. આથી ક્ષયોપશમની અપેક્ષાએ ભવની પ્રધાનતા હોવાથી નારક અને દેવના ભવમાં થતું અવધિજ્ઞાન ભવપ્રત્યયિક કહેવાય છે. મનુષ્ય અને તિર્યંચમાં યોગ્ય ક્ષયોપશમનો આવિર્ભાવ થવા માટે ધ્યાન-તપ વગેરે અનુષ્ઠાનોથી અવધિજ્ઞાન થઈ શકે છે પણ આ પ્રકારના બધા જીવો માટે અવધિજ્ઞાન થવું સંભવિત નથી. મનુષ્ય અને તિર્યંચોને થતું અવધિ જ્ઞાન ક્ષયોપશમ પ્રત્યયિક કહેવાય છે.
સૂત્ર (૧-૨૩) પ્રયોજન ક્ષયોપશમ પ્રચયિક અવધિજ્ઞાનના સ્વામી કોણ? તે દર્શાવે છે.
यथोक्तनिमित्तः षड्विकल्पः शेषाणाम् ૨-૨૩ યથોક્તનિમિત્તઃ પવિકલ્પઃ શેષાણામ્ ૧-૨૩ યથા ઉક્ત-નિમિત્તઃ પવિકલ્પઃ શેષાણામ્ ૧-૨૩
શબ્દાર્થ યથા ઉક્ત = કહ્યા મુજબ, નિમિત્ત = નિમિત્તથી, પવિકલ્પ = છે પ્રકારનું, શેષાણામ્ = બાકીનાઓનું.
સૂત્રાર્થઃ બાકીના (તિર્યંચો - મનુષ્યો)ને ઉપરોક્ત નિમિત્તવાળું અવધિજ્ઞાન હોય છે અને તેના છ ભેદ છે.
ભાવાર્થ: બાકીના જીવોને એટલે કે મનુષ્ય-તિર્યંચોને જે અવધિજ્ઞાન થાય છે તે ક્ષયોપશમ સ્વરૂપ ગુણના નિમિત્તે થાય છે. માટે ગુણપ્રત્યયિક પણ કહેવાય છે. અવધિજ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી જ આ બન્ને પ્રકારના અવધિજ્ઞાન પ્રગટ થાય છે, પરંતુ ભવ અને ગુણની પ્રધાનતા હોવાથી ભવ પ્રત્યયિક અને ગુણપ્રત્યયિક એવાં નામો કહેવાય છે. ભવ પ્રત્યયિક અવધિજ્ઞાન જેમ સર્વે દેવ-નારકીને અવશ્ય હોય છે તેમ ગુણપ્રત્યયિક અવધિજ્ઞાન સર્વ તિર્યંચ મનુષ્યોને હોતું નથી પરંતુ કોઈકને જ હોય છે. ક્ષયોપશમ પ્રત્યય (ગુણ પ્રત્યયિક) અવધિજ્ઞાનના છ ભેદો અનુક્રમે (૧) અનુગામી (૨) અનનુગામી (૩) વર્ધમાન (૪) હીયમાન (૫) પ્રતિપાતી અને (૬) અપ્રતિપાતી. (૧) અનુગામી: અનુગામી અવધિજ્ઞાનવાળો જીવ ગમે ત્યાં જાય તો પણ અવધિજ્ઞાનનો
ઉપયોગ પ્રવર્તે છે. જેમ કોઈ વસ્ત્રને એક સ્થાને રંગ કર્યો હોય તે વસ્ત્રનો એ