________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અધ્યાય : ૧, સૂત્ર-૨૨
૫૧ શંકા પાંચમા આરામાં કઈ દસ (૧૦) વસ્તુઓનો વિચ્છેદ થઈ ગયો?
સમાધાનઃ પાંચમા આરાને દુષમકાળ કહેવાય છે. આ દુષમકાળમાં નીચેની ૧૦ વસ્તુઓ થઈ શકે નહિ. તેથી વિચ્છેદ થઈ ગઈ એમ કહેવાય છે.
(૧) મન:પર્યવજ્ઞાન (૨) પરમાવધિજ્ઞાન (૩) પુલાકલબ્ધિ જેના વડે ચક્રવર્તીના સૈન્યનો નાશ થઈ શકે. (૪) આહારકશરીર (૫) ક્ષપકશ્રેણી (૬) ઉપશમશ્રેણી (૭) જિન કલ્પ (૮) પરિહારવિશુદ્ધિ - યથાખ્યાતચારિત્ર (૯) કેવળજ્ઞાન અને (૧૦) મોક્ષ.
સૂત્ર (૧-૨૨) પ્રયોજન ભવપ્રત્યય અવધિજ્ઞાનના માલિક કોણ? તે જણાવે છે.
भवप्रत्ययो नारकदेवानाम् १-२२ ભવપ્રત્યયો નારકદેવાનામ્ ૧-૨૨
ભવ પ્રત્યયઃ નારદેવાનામ્ ૧-૨૨ શબ્દાર્થ : ભવપ્રત્યય = ભવ નિમિત્તે (જન્મતાની સાથે) થનારું, નારક = નરકમાં ઉત્પન્ન થયેલ જીવ. દેવ = દેવલોકમાં ઉત્પન્ન થયેલો જીવ.
સૂત્રાર્થ: નારકોને અને દેવોને ભવ પ્રત્યયિક અવધિજ્ઞાન હોય છે.
ભાવાર્થઃ દેવ કે નારકીનો ભવ પ્રાપ્ત થતાં જ સમ્યગ્દષ્ટિ જીવ હોય કે મિથ્યાદષ્ટિ જીવ હોય પરંતુ ભવ પ્રત્યયિક (અથવા ભવ છે નિમિત્ત જેમાં એવું) અવધિજ્ઞાન પ્રાપ્ત થાય છે. માછલાને જેમ તરવાની કળા, પક્ષીને જેમ ઉડવાની કળા, જન્મથી જ હોય છે તેમ દેવ અને નારકીઓને આ અવધિજ્ઞાન જન્મથી જ થાય છે. આ અવધિજ્ઞાન પ્રાપ્ત કરનાર જીવ સમ્યગ્દષ્ટિ હોય તો અવધિજ્ઞાન કહેવાય છે અને મિથ્યાષ્ટિ હોય તો વિર્ભાગજ્ઞાન કહેવાય છે.
શંકાઃ ક્ષયોપશમ જ મુખ્ય કારણ છે તો ભવ પ્રત્યય અને ક્ષયોપશમ પ્રત્યય એવા ભેદ કેમ કહો છો ?
સમાધાનઃ ક્ષયોપશમ એ સામાન્ય કારણ જરૂર છે, કેમકે કોઈપણ જાતનું અવધિજ્ઞાન, યોગ્ય ક્ષયોપશમ સિવાય થઈ શકતું જ નથી. છતાં નારક અને દેવનો ભવ મળતા