SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ અધ્યાય : ૧, સૂત્ર-૨૧ સૂત્ર (૧-૨૧) પ્રયોજન : અવધિજ્ઞાનના ભેદ જણાવે છે. द्विविधोऽवधिः -૨૬ દ્વિવિધોડવધિઃ ૧-૨૧ ૧-૨૧ તત્ત્વાર્થાધિગમ સૂત્ર = દ્વિવિધઃ અવધિઃ શબ્દાર્થ : દ્વિવિધ = બે ભેદ, અવિધ અધિજ્ઞાન. સૂત્રાર્થ : અવધિજ્ઞાનના બે ભેદ છે. ભવ પ્રત્યય અને ક્ષયોપશમ પ્રત્યય. ભાવાર્થ : પ્રત્યય એટલે નિમિત્ત. ભવના નિમિત્તે અવશ્ય થાય તે ભવપ્રત્યય. અવધિજ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી થાય તે ક્ષયોપશમ પ્રત્યય. ભવપ્રત્યય : જે અવધિજ્ઞાન જન્મતાની સાથે જ પ્રગટ થાય છે તે ભવપ્રત્યય કહેવાય છે. અર્થાત્ જેના પ્રગટ થવા માટે વ્રત-નિયમ વગેરે અનુષ્ઠાનની અપેક્ષા નથી એવું જન્મસિદ્ધ અવધિજ્ઞાન. તેની પ્રાપ્તિમાં તે તે ભવ માત્ર કારણ છે. દેવ અને નારકના જીવોને ભવપ્રત્યય અવિધજ્ઞાન હોય છે. આ અવધિજ્ઞાનને ભવપ્રત્યયિક પણ કહેવાય છે. ક્ષયોપશમ નિમિત્ત : જે અવધિજ્ઞાન જન્મસિધ્ધ નથી પણ જન્મ લીધા પછી ધ્યાન - વ્રત વગેરે અનુષ્ઠાનથી પ્રગટ થાય છે તે “ક્ષયોપશમ નિમિત્ત” અથવા “ગુણ પ્રત્યય અવધિજ્ઞાન કહેવાય છે.” અહીં ક્ષયોપશમ એ લક્ષણ અને જ્ઞાન એ લક્ષ્ય છે. અવધિજ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ થવાથી આ જ્ઞાન પ્રગટ થાય છે. તેમાં ઉદયમાં આવેલાનો ક્ષય અને નહી ઉદયમાં આવેલાનો ઉપશમ થાય છે, માટે ક્ષયોપશમના નિમિત્તવાળું અવધિજ્ઞાન છે એમ કહેવાય છે. શંકા : વર્તમાનકાળમાં ભરતક્ષેત્રમાં કોઈને અવધિજ્ઞાન હોઈ શકે ? સમાધાન : ના, આ પાંચમા આરામાં ભરતક્ષેત્રમાં કોઈને અધિજ્ઞાન થતું દેખાતું નથી. થયું હોય એમ સંભળાતું પણ નથી. શંકા : ચોથો આરો ક્યારે પૂર્ણ થયો ? સમાધાન : મહાવીર પ્રભુના નિર્વાણ પછી ૩ વર્ષ અને ૮ મહીના પછી ચોથો આવો પૂર્ણ થયો. જંબુસ્વામી મોક્ષે ગયા પછી ભરતક્ષેત્રમાંથી કોઈ મોક્ષે ગયું નથી. તેથી એમ કહેવાય છે કે જંબુસ્વામી મોક્ષે ગયા પછી મોક્ષના દ્વાર બંધ થઈ ગયા.
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy