SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અધ્યાય : ૧, સૂત્ર-૨૦ ૪૯ (૮) અન્નકૃત દશાંગ : મહાવીરસ્વામીના તીર્થમાં મરણાન્ત ઉપસર્ગ પૂર્વક મોક્ષ પામેલા દશ મહાપુરુષોની જીવન કથા. (૯) અનુત્તરોપપાતિક દશાંગઃ ઉપસર્ગોને સહન કરીને અનુત્તર વિમાને ગયેલા દશ મુનિની કથા. (૧૦) પ્રશ્નવ્યાકરણ : જીવાદિ સંબંધી પ્રશ્નો અને તેના ભગવાને આપેલા ઉત્તર (૧૧) વિપાકસૂત્રઃ શુભ-અશુભ કર્મોના ફળનું દર્શન. (૧૨) દૃષ્ટિવાદઃ સમસ્ત ભાવોનું તથા ચૌદ પૂર્વોનું વર્ણન. હાલ આ અંગે વિચ્છેદ પામ્યું છે. શંકા : શ્રતરૂપે સમાન હોવા છતાં અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય એવા ભેદ કઈ અપેક્ષાએ છે ? સમાધાનઃ શ્રુતજ્ઞાનના બે ભેદ વક્તાના ભેદની અપેક્ષાએ છે, ગણધર ભગવંતોએ જેની રચના કરી તે અંગપ્રવિષ્ટ. શ્રુતના વિશુદ્ધ બોધવાળા પૂર્વાચાર્યોએ જેની રચના કરી છે તે અંગબાહ્ય. શંકા અંગબાહ્ય શ્રુતજ્ઞાનના થોડાક ગ્રંથોના નામ આપો. સમાધાનઃ સૂર્યપ્રજ્ઞપ્તિ, ચંદ્રપ્રજ્ઞપ્તિ, મહાનિશીથ સૂત્ર, બૃહત્ કલ્પસૂત્ર, નંદીસૂત્ર, ઉત્તરાધ્યયનસૂત્ર, દશવૈકાલિકસૂત્ર, આવશ્યકસૂત્ર, તત્ત્વાર્થાધિગમ સૂત્ર. શ્વેતામ્બર પરંપરા પ્રમાણે આગમોની સંખ્યા ૪૫ આગમો (શ્વેતામ્બર-મૂર્તિપૂજક પ્રમાણે) [ ૩૨ આગમો (શ્વેતા., સ્થાનકવાસી, તેરાપંથી) ૧૧ અંગ ગ્રંથો છેદસૂત્રો ૧૧ અંગ ગ્રંથો ૪ છેદસૂત્રો ૧૨ ઉપાંગ ગ્રંથો ૨ સૂત્રો | ૧૨ ઉપાંગ ગ્રંથો ૨ સૂત્રો ૧૦ પ્રકીર્ણ ગ્રંથો ૪ મૂળસૂત્રો ૩ મૂળસૂત્રો ૩૩ + ૧૨ = ૪૫ ૨૩ + ૯ = ૩૨
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy