________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર
૪૮
બંને સાથે જ ઉત્પન્ન થતા હોય એમ લાગે છે. જ્યારે અહીં પ્રથમ મતિ અને પછી શ્રુત થાય એમ કહ્યું છે. તો સાચું શું ?
સમાધાન : તમે સમજ્યા નહિ. મતિ અને શ્રુત ક્રમશઃ જ પ્રવર્તે છે. છતાં બંને એટલી ઝડપથી પ્રવર્તે છે કે જેથી આપણને બંને સાથે જ પ્રવર્તતાં હોય એમ લાગે છે. જેમ આંખ સામે ઘડો આવતા જ ‘‘આ ઘડો છે’’ તેમ સમજાય છે. પરંતુ આ કોઈ પદાર્થ છે અને તે ઘડો છે એવો અલગ - અલગ બોધ થતો નથી. આનું કારણ બોધની શીવ્રતા છે. મતિ અને શ્રુત એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના બધા જીવોને હોય છે, ગોળની ગંધના અણુઓની સાથે ઘ્રાણેન્દ્રિયનો સંબંધ થતા ‘“કંઈક છે’’ એવું મતિજ્ઞાન કીડીને પણ થાય છે. પછી આ મારે ખાવાલાયક પદાર્થ છે એવું જ્ઞાન થતા પ્રવૃત્તિ શરૂ થાય છે તે શ્રુતજ્ઞાન છે. શબ્દથી તેને કોઈએ જ્ઞાન આપેલ નથી પણ આત્માને ભાવશ્રુત તેમાં મદદગાર બને છે. પંચેન્દ્રિયના મતિ-શ્રુતની અપેક્ષાએ ચઉરિન્દ્રિય જીવના મતિ-શ્રુત અલ્પ હોય છે. એકેન્દ્રિયના મતિ-શ્રુત સૌથી વધુ અલ્પ હોય છે.
શ્રુતજ્ઞાન મતિજ્ઞાનપૂર્વક જ હોય છે એટલે કે જ્યારે શ્રુતજ્ઞાન થાય ત્યારે તેની પૂર્વે મતિજ્ઞાન અવશ્ય હોય જ છે. પણ મતિજ્ઞાન થયા પછી શ્રુતજ્ઞાન થાય જ એવો નિયમ નથી.
શંકા : અંગપ્રવિષ્ટ શ્રુતજ્ઞાનના ૧૨ ભેદો કયા છે ?
સમાધાન : અંગપ્રવિષ્ટ શ્રુતજ્ઞાન : વીતરાગ પરમાત્માની ત્રિપદી સાંભળી અગાધ જ્ઞાનના સ્વામી ગણધર ભગવંતો જે શાસ્ત્ર રચના કરે છે તે અંગપ્રવિષ્ટ શ્રુતજ્ઞાન કહેવાય છે. તેના ૧૨ ભેદ છે.
(૧) આચારાંગ : તેમાં આચારનું વર્ણન છે. ૧૮,૦૦૦ પદ છે.
(૨) સૂત્રકૃતાંગ : પદ્ભવ્યાત્મક લોક-અલોક, જીવ-અજીવ વગેરેનું વર્ણન છે. સ્થાનાંગ : એક-બે-ત્રણ આદિ સ્થાન રૂપે અર્થોનું વર્ણન છે. સમવાયાંગ : જીવ-અજીવ બોધ. સ્વદર્શન પરદર્શન બોધ વગેરે.
(૪)
(૫)ભગવતીસૂત્ર : ભગવાન મહાવીરસ્વામી અને ગૌતમસ્વામી વચ્ચે સંવાદ
(૬)
(૭)
(પ્રશ્નોત્તરી)
જ્ઞાતાધર્મકથા : દ્રષ્ટાન્ત કથાનકોને આશ્રયી ધર્મકથન
ઉપાસક દશાંગ ઃ દશ ઉપાસક એટલે કે શ્રાવકોના શ્રાવકાચારનું વર્ણન