________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર
અધ્યાય : ૧, સૂત્ર-૨૦
સૂત્ર (૧-૨૦) પ્રયોજન : શ્રુતજ્ઞાનનું સ્વરૂપ તથા પ્રકારો જણાવે છે.
श्रुतं मतिपूर्वं द्वयनेकद्वादशभेदम्
૬-૨૦
૧-૨૦
૪૭
શ્રુતં મતિપૂર્વ યનેકદ્વાદશભેદસ્ શ્રુતં મતિપૂર્વ દ્વિ-અનેક-દ્વાદશ-ભેદસ્૧-૨૦
:
શબ્દાર્થ : શ્રુતં = (શ્રુતજ્ઞાન) સાંભળવું તે, મતિપૂર્વ = મતિજ્ઞાનપૂર્વક, અનેક = ઘણા, દ્વાદશ = (શ્રુતના) ૧૨ ભેદ, ભેદમ્ = ભેદ અથવા પ્રકારો છે.
સૂત્રાર્થ : શ્રુતજ્ઞાન મતિજ્ઞાનપૂર્વક થાય છે. તેના બે (અંગબાહ્ય અને અંગપ્રવિષ્ટ) ભેદ છે. તે બે ભેદના અનુક્રમે (અંગબાહ્યના) અનેક અને (અંગપ્રવિષ્ઠના) બાર ભેદો છે.
ભાવાર્થ : મન અને ઈન્દ્રિયોની સહાયથી શબ્દ અને અર્થના પર્યાલોચન પૂર્વક થતો બોધ તે શ્રુતજ્ઞાન. શબ્દ અને અર્થના સંબંધ વિના જ વિષયનું જ્ઞાન તે મતિજ્ઞાન. આવું જ્ઞાન થયા પછી તે વિષયને અમુક શબ્દથી ઓળખવામાં આવે છે, તે વિષયના લાભાલાભ વિચારાય છે. તે વિષયનો ઉપયોગ થવાની રીત વિચારાય છે. આવા અનેક પ્રકારના જ્ઞાનને શ્રુતજ્ઞાન કહેવામાં આવે છે. શ્રુતજ્ઞાન મતિજ્ઞાન વિના થાય જ નહિ. કોઈપણ વિષયનું શ્રુતજ્ઞાન મતિજ્ઞાન થયા પછી જ થાય, કેમકે
(૧) કર્ણેન્દ્રિય ઃ શબ્દ સાંભળે પછી તે શબ્દ જે અર્થ માટે વપરાયો હોય તે અર્થનું જ્ઞાન થાય. અહીં કર્ણેન્દ્રિય થકી શબ્દનું શ્રવણ થયું તે મતિજ્ઞાન. પછી શબ્દના શ્રવણ થકી અર્થનો બોધ થયો તે શ્રુતજ્ઞાન.
(૨) ચક્ષુરિન્દ્રિય ઃ આંખથી ફળ જોયું. અહીં પદાર્થ દેખાય છે ત્યાં સુધી મતિજ્ઞાન. આ ફળ કેરી છે એવું શબ્દ જોડાણ અને મનની મદદથી થયેલો બોધ તે શ્રુતજ્ઞાન. (૩) અનિન્દ્રિય (મન) : મન દ્વારા પ્રથમ મતિજ્ઞાન થાય છે પછી શ્રુતજ્ઞાન થાય છે. જેમ કે કેરીનું સ્મરણ થાય ત્યારે પહેલા તો કેરીની આકૃતિ સામે આવે. આવી આકૃતિ કે રૂપ રંગવાળો પદાર્થ તે કેરી છે. એમ સ્મરણમાં આવે તે મતિજ્ઞાન અને કેરી છે તેવો નિર્ણય થાય તે શ્રુતજ્ઞાન.
શંકા : ઘડાને જોઈને આ ઘડો છે એમ બોધ થઈ જાય છે. આથી તિ અને શ્રુત