SearchBrowseAboutContactDonate
Page Preview
Page 789
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ દસમા અધ્યાયનો સંક્ષિપ્ત સાર ૩૯૫ થવાથી, આવતો કર્મપ્રવાહ અટકી જાય છે. સંયમ સાથે તપનો સહયોગ બને છે, ત્યારે ઈચ્છાઓનો નિરોધ થતાં શુદ્ધ પરિણતિ દ્વારા પૂર્વના ગ્રહણ કરેલા કર્મોનો નાશ કરે છે. ક્રમ કરીને કર્મોનો પૂર્ણ નાશ થતાં જીવ નિરાવરણ બને છે. સમ્યવિચારણા દ્વારા જીવને સમ્યગુશ્રદ્ધા થવાથી અનાદિના મિથ્યાત્વરૂપી આશ્રવનો નિરોધ થાય છે, બંધ શિથિલ થાય છે, ત્યારે તે જીવ ઉપર ઉપરના ગુણસ્થાનકે આરોહણ કરે છે. ત્યાં તેને આત્મવૈભવના અનન્ય દર્શન થાય છે. ' અર્થાતુ પ્રથમ અધ્યાયમાં દર્શાવેલો માર્ગ અહીં સાધકમાં સ્વસ્વરૂપે પ્રગટ થાય છે, ત્યારે જીવનું પૂર્ણસ્વરૂપે પ્રગટ થાય છે. એ જ મોક્ષ છે. એ મોક્ષ શાસ્ત્રગમ્ય અને શ્રદ્ધગમ્ય છે, આંખ દ્વારા બતાવી શકાય તેવો તે પદાર્થ નથી પરંતુ તે આત્મસ્વરૂપ હોવાથી અનુભવમાં આવે છે. પરમાત્મ સ્વરૂપ પ્રગટ થતાં જીવનું જ્ઞાન અને સ્વરૂપ-અનુભવ એ બન્નેનો અભેદ થાય છે. સ્વરૂપરમણતા એ જીવનું પરમાત્વસ્વરૂપ છે. તેમનો વાસ સિદ્ધશીલા પર સાદિ અનંતકાળ સુધી હોય છે. સંસારી જીવ દેહભાવ હોવાથી દેહથી સંસારી છે, મોહવશતાથી મોહાધીન રૂપે સંસારી છે અને પરિગ્રહાનંદી હોવાથી પરિગ્રહસંસારી છે. સંસારી જીવમાં આ ત્રણે સંસારભાવ હોય છે. સાધકમાં હજી દેહભાવ અને મોહભાવનો અંશ છે. તેથી તે દેહ અને મોહ સંસારી છે. પરમાત્માને નથી દેહ કે નથી મોહ, તેથી તે એક પ્રકારે સંસારી નથી. વાસ્તવમાં જીવે આવું સંસારના ભેદોથી પર એવું આત્મગુણની રમણતાવાળું જીવન પામવાનું છે. ચારિત્રમોહનીય કર્મથી મૂંઝાયેલા જીવને સઘળા કર્મની વળગણા વળગે છે. જ્યાં સુધી જીવ કર્મથી પ્રભાવિત થાય છે ત્યાં સુધી સંસાર છે. જીવનું જ્ઞાનસામર્થ્ય તો પૂર્ણ છે જ, તે વીતરાગભાવની સંપૂર્ણતા સાથે પ્રગટ થાય છે. ત્યારે કર્મના નિમિત્ત સંબંધોથી જીવ મુક્ત થઈ જાય છે. ચાર ઘાતકર્મોનો નાશ થવાથી જીવને કેવળજ્ઞાન પ્રગટે છે ત્યારે દ્રવ્યમોક્ષ થયો કહેવાય છે. ચાર અઘાતી કર્મ નાશ પામતાં જીવ પૂર્ણપણે કર્મરહિત થતાં ભાવમોક્ષને પામે છે. વાસ્તવમાં પોતાના આત્માની જ સંપૂર્ણ વીતરાગ દશા પ્રગટ થવાથી આ જીવ મોક્ષ પામે છે. Dી દસમો અધ્યાય સંપૂર્ણ ? પણ છે
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy