SearchBrowseAboutContactDonate
Page Preview
Page 787
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ અધ્યાય : ૧૦, સૂત્ર-૭ ૩૯૩ વર્તમાનકાળની દૃષ્ટિએ પોતાની કાયાના ૐ ભાગની અવગાહનામાં સિદ્ધ થાય છે. ભૂતકાળની દૃષ્ટિએ પોતપોતાની કાયાની અવગાહનામાં સિદ્ધ થાય છે. (૧૦) અંતરદ્વાર : સતત પ્રત્યેક સમયે સિદ્ધ થાય છે કે વચ્ચે વચ્ચે અંતર પડે છે ? અંતર પડે તો કેટલું અંતર પડે તેની વિચારણા. જીવો અનંતર (સતત) સિદ્ધ થાય છે અને અંતરથી પણ સિદ્ધ થાય છે. એટલે કે કેટલીક વખત સતત અનેક સમય સુધી સિદ્ધ થયા કરે છે. આ પ્રમાણે સતત સિદ્ધ થયા કરે તો જઘન્યથી બે સમય સુધી અને ઉત્કૃષ્ટથી આઠ સમય સુધી સિદ્ધ થાય છે. અર્થાત્ પહેલા સમયે કોઈ જીવ સિદ્ધ થાય, પછી તરત બીજા સમયે કોઈ જીવ સિદ્ધ થાય, પછી ત્રીજા સમયે કોઈ જીવ સિદ્ધ થાય, આમ સતત પ્રત્યેક સમયે સિદ્ધ થાય તો વધારેમાં વધારે આઠમા સમય સુધી સિદ્ધ થાય. નવમા સમયે અંતર પડી જ જાય. સતત આઠ સમય સુધી સિદ્ધ થયા પછી નવમા સમયે કોઈ પણ ક્ષેત્રમાંથી કોઈ પણ જીવ મોક્ષમાં ન જાય. આ અંતર જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી છ માસ પડે છે. અર્થાત્ કોઈ એક સમયે કોઈ પણ જીવ મોક્ષે ન જાય, બીજા સમયે પણ કોઈપણ જીવ મોક્ષે ન જાય, ત્રીજા સમયે પણ કોઈપણ જીવ મોક્ષે ન જાય. એમ સતત છ માસ સુધી કોઈ પણ જીવ મોક્ષે ન જાય એમ પણ બને છે. તેને ઉત્કૃષ્ટ વિરહકાલ કહેવાય છે. છ મહિના પછી અવશ્ય કોઈ જીવ સિદ્ધ થાય જ. (૧૧) સંખ્યાદ્વાર ઃ એક સમયમાં એકીસાથે કેટલા સિદ્ધ થાય તેની વિચારણા. એક સમયમાં જઘન્યથી એક અને ઉત્કૃષ્ટથી ૧૦૮ જીવો સિદ્ધ થાય છે. (૧૨) અલ્પબહુત્વદ્વાર : ક્ષેત્ર આદિ અગિયાર (૧૧) દ્વા૨ોને આશ્રયીને કયા દ્વારમાં કયા દ્વારથી વધારે કે ઓછા સિદ્ધ થાય તેની વિચારણા. જેમકે ભરત-ઐરાવતક્ષેત્રમાં થોડા મોક્ષે જાય અને મહાવિદેહક્ષેત્રમાંથી તેના કરતાં સંખ્યાતગણા જીવો મોક્ષે જાય છે. તે જ રીતે કાળથી ઉત્સર્પિણીઅવસર્પિણી કાળમાં થોડા મોક્ષે જાય છે. પરંતુ નોઉત્સર્પિણી નોઅવસર્પિણી કાળમાં તેના કરતાં સંખ્યાત ગુણા મોક્ષે જાય છે. તથા લિંગને આશ્રયી નપુંસક લિંગે થોડા જીવો મોક્ષે જાય છે. તેનાથી સ્ત્રીલિંગે અને તેનાથી પુરુષલિંગે વધારે મોક્ષે જાય છે. આ પ્રમાણે બીજાં ગતિ આદિ દ્વારોમાં પણ અલ્પ-બહુત્વનો વિચાર થઈ શકે.
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy