________________
૩૯૨
અધ્યાય : ૧૦, સૂત્ર-૭ તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ અને યથાખ્યાત એ ચાર ચારિત્રથી અથવા (૫) સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહાર-વિશુદ્ધિ, સૂક્ષ્મસંપરાય અને યથાખ્યાત એ પાંચ ચારિત્રોમાંથી સિદ્ધ થઈ
શકે છે. (૭) પ્રત્યેકબુદ્ધબોધિત દ્વારઃ સ્વયંબુદ્ધ, પ્રત્યેકબુદ્ધ અને બુદ્ધબોધિત આ ત્રણમાંથી કયા
જીવ સિદ્ધત્વને પ્રાપ્ત કરે છે તેની વિચારણા. જે કોઈના ઉપદેશ વિના પોતાની જ્ઞાનશક્તિથી જ બોધ પામી સિદ્ધ થાય છે તે સ્વયંબુદ્ધ કહેવાય છે. આવા સ્વયંબુદ્ધ બે પ્રકારના છે. એક અરિહંત અને બીજા અરિહંતથી ભિન્ન. ત્યાં અરિહંત પરમાત્મા નિયમા સ્વયં બુદ્ધ જ હોય છે. પરંતુ બીજા પ્રકારના જીવો કોઈ એકાદ બાહ્ય નિમિત્ત પામીને વૈરાગ્ય તથા જ્ઞાન પ્રાપ્ત કરી સિદ્ધ થાય છે. તેથી બીજા પ્રકારના સ્વયં બુદ્ધ જીવોને પ્રત્યેક બોધિત કહેવાય છે.
જેઓ બીજા જ્ઞાની ગીતાર્થ પાસેથી ઉપદેશ પામી ત્યાગી વૈરાગી થઈને સિદ્ધ થાય છે તે બુદ્ધબોધિત કહેવાય છે. આવા બુદ્ધબોધિતમાં કોઈ અન્યને બોધ
પમાડનાર પણ થાય છે અને કોઈ માત્ર આત્મકલ્યાણકસાધક પણ બને છે. (૮) જ્ઞાનધાર : પાંચ જ્ઞાનોમાંથી ક્યા જ્ઞાનથી સિદ્ધ થાય તેની વિચારણા.
વર્તમાનકાળની દૃષ્ટિએ ઃ ફક્ત કેવળજ્ઞાનવાળા જીવો જ સિદ્ધ થાય છે. ભૂતકાળની દૃષ્ટિએ ઃ બે, ત્રણ કે ચાર જ્ઞાનવાળા સિદ્ધ થાય છે. બે એટલે મતિ અને શ્રુતજ્ઞાનવાળા જીવો ત્રણ એટલે મતિ, શ્રુત, અવધિજ્ઞાનવાળા જીવો અથવા મતિ, શ્રુત અને મન:પર્યવજ્ઞાનવાળા જીવો. ચાર એટલે મતિ, શ્રુત, અવધિ અને મન:પર્યવજ્ઞાનવાળા જીવો અર્થાત્ કેવળજ્ઞાન પામતા પહેલા તે તે જ્ઞાન હોઈ શકે છે. પરંતુ અંતે તો કેવળજ્ઞાન જ હોય છે. અવગાહના દ્વાર : કેટલી અવગાહનાવાળા જીવો સિદ્ધ થાય તેની વિચારણા.
અવગાહના એટલે આત્મપ્રદેશોને રહેવાની જગ્યા, અર્થાત્ શરીરની ઊંચાઈ. ઉત્કૃષ્ટથી ૫૦૨ થી ૫૦૯ ધનુષ્યની કાયાવાળા જીવો સિદ્ધ થઈ શકે છે. જઘન્યથી ર થી ૯ અંગુલ ન્યૂન બે હાથની કાયાવાળા જીવો સિદ્ધ થઈ શકે છે.
૯).