________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨
અધ્યાય : ૧૦, સૂત્ર-૭
૩૯૧
છે. અથવા દ્રવ્યલિંગ અને ભાવલિંગ એ બે લિંગની દષ્ટિએ આ દ્વારની વિચારણા થઈ શકે. દ્રવ્યલિંગના ત્રણ ભેદ છે.
(૧) સ્વલિંગ : રજોહરણ, મુહપત્તિ વગેરે
(૨) અન્યલિંગ : પરિવ્રાજક આદિનો વેષ
(૩) ગૃહસ્થલિંગ : ગૃહસ્થનો વેષ
જ્ઞાન, દર્શન, ચારિત્ર ભાવલિંગ છે. વર્તમાનકાળની દૃષ્ટિએ દ્રવ્યલિંગ રહિત જ્ઞાન, દર્શન, ચારિત્ર રૂપ ભાવલિંગથી સિદ્ધ થાય છે. ભૂતકાળની દૃષ્ટિએ ભાવલિંગને આશ્રયીને (જ્ઞાન-દર્શન-ચારિત્ર રૂપ) સ્વલિંગે સિદ્ધ થાય છે અને દ્રવ્યલિંગને આશ્રયીને સ્વલિંગ આદિ ત્રણે લિંગે સિદ્ધ થાય છે.
:
(૫) તીર્થદ્વાર ઃ તીર્થંકર ભગવંતોએ સ્થાપેલા તીર્થમાં સિદ્ધ થાય કે તેવા પ્રકારનું તીર્થ સ્થપાયા વિનાના કાળમાં (અતીર્થમાં) પણ સિદ્ધ થાય ? તેની વિચારણા કરવી તે. જે જે તીર્થંકર ભગવંતો હોય છે તે તે નિયમા તીર્થંકાળમાં જ સિદ્ધત્વ પ્રાપ્ત કરે છે. પરંતુ જે જે અતીર્થંકરપણે (સામાન્ય કેવલીપણે) સિદ્ધ થાય છે તેઓ મોટા ભાગે તીર્થંકાળમાં સિદ્ધ થાય છે. પરંતુ કોઈકવાર મરૂદેવા માતાની જેમ અતીર્થંકાળમાં પણ સિદ્ધ થાય છે.
(૬) ચારિત્રદ્વાર : પાંચ પ્રકારના ચારિત્રોમાંથી કયા ચારિત્રમાં જીવ સિદ્ધ થાય તેની વિચારણા. વર્તમાન કાળની દૃષ્ટિએ જોઈએ તો જીવ નોચારિત્રી નોઅચારિત્રી રૂપે સિદ્ધ થાય છે. કારણ કે મુક્તિગમન સમયે પાંચ ચારિત્રમાંથી કોઈ ચારિત્ર હોતું નથી. ત્યારે સર્વથા ચારિત્રનો અભાવ છે એમ પણ ન કહી શકાય. હવે ભૂતકાળની દૃષ્ટિએ વિચારીએ તો અનંતરચારિત્ર અને પરંપરચારિત્ર એ બે રીતે વિચારણા થઈ શકે છે.
અનંતરની અપેક્ષાએ (તેરમે, ચૌદમે ગુણઠાણે) યથાખ્યાત ચારિત્રમાં સિદ્ધ થાય છે.
પરંપરની અપેક્ષાએ (૧) સામાયિક, સૂક્ષ્મસં૫રાય, યથાખ્યાત એમ ત્રણ ચારિત્રથી અથવા (૨) છેદોપસ્થાપનીય, સૂક્ષ્મસં૫રાય અને યથાખ્યાત એમ ત્રણ ચારિત્રથી અથવા (૩) સામાયિક, છેદોપસ્થાપનીય, સૂક્ષ્મસંપરાય, અને યથાખ્યાત એ ચાર ચારિત્રથી અથવા (૪) છેદોપસ્થાપનીય, પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મસંપરાય