________________
૩૯૦
અધ્યાય : ૧૦, સૂત્ર-૭
તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ બહુભાગ જાય ત્યાં સુધીના કાળમાં જન્મેલા જીવો કોઈ મોક્ષે જતાં નથી તથા પાંચમા-છઠ્ઠા આરામાં જન્મેલા પણ કોઈ મોક્ષે જતાં નથી.
ઉત્સર્પિણીકાળમાં તેનાથી ઉલ્ટું છે. પહેલા-બીજા આરામાં કોઈ મોક્ષે જતું નથી. ત્રીજા આરામાં તથા ચોથા આરાના પ્રારંભમાં મોક્ષે જવાય છે. ત્યાર પછીના ચોથા આરામાં તથા પાંચમા-છઠ્ઠા આરાના સર્વકાળમાં મોક્ષે જવાતું નથી.
મહાવિદેહક્ષેત્રમાં નોઉત્સર્પિણી-નોઅવસર્પિણીકાળ હોય છે. ત્યાં સદાકાળ મોક્ષે જવાય છે તથા અકર્મભૂમિ, હિમવંતાદિ પર્વતીય ભાગ તથા લવણાદિ સમુદ્રવાળા સ્થાનોમાંથી સંહરણથી થયેલા જીવો અથવા નંદીશ્વરાદિ દ્વીપ તરફ ગમનાગમન કરતા જીવો અઢી દ્વીપ ઉપર હોય ત્યારે વિશુદ્ધ પરિણામથી મોક્ષે જાય છે. સંહરણથી સર્વકાળમાં સિદ્ધ થાય છે.
તીર્થંકર ભગવંતો માટે એટલો વિશેષ નિયમ છે કે અવસર્પિણીકાળમાં ત્રીજા અને ચોથા આરાના ૮૯ પખવાડીયા બાકી રહે ત્યારે અનુક્રમે પહેલા અને છેલ્લા તીર્થંકર ભગવાન નિર્વાણ પામે છે. ઉત્સર્પિણીકાળમાં ત્રીજા અને ચોથા આરાના ૮૯ પખવાડીયા વ્યતીત થાય ત્યારે પહેલા અને છેલ્લા તીર્થંકર ભગવાન જન્મે છે.
(૩) ગતિદ્વાર : ચાર ગતિમાંથી કઈ કઈ ગતિમાંથી મોક્ષે જવાય છે ? તેની વિચારણા. વર્તમાનકાળને આશ્રયી વ્યવહારથી સિદ્ધિગતિ નામની પાંચમી ગતિમાં જીવ જાય ત્યારે જ સિદ્ધત્વને પામે છે, જેને નિશ્ચયનયથી કર્મજન્ય ભાવ ન હોવાથી નોગતિ કહેવાય છે. ભૂતકાળને આશ્રયીને અનંતરગતિ અને પરંપરગતિ એમ બે રીતે વિચાર થઈ શકે છે. અનંતરગતિની દૃષ્ટિએ મનુષ્ય ગતિમાંથી જ સિદ્ધ થાય છે. પરંપરગતિએ ચારેય ગતિમાંથી મનુષ્યમાં આવીને જીવો સિદ્ધ થાય છે.
(૪) લિંગદ્વાર ઃ પુરુષ આદિ કયા કયા લિંગે સિદ્ધ થાય તેની વિચારણા. સ્ત્રી, પુરુષ અને નપુંસક ત્રણ લિંગ છે. વર્તમાનકાળની દૃષ્ટિએ લિંગ રહિત જીવ સિદ્ધ થાય છે. કારણ કે મોક્ષે જાય ત્યારે શરીર જ ન હોવાથી કોઈ પણ લિંગ હોતું નથી. ભૂતકાળને આશ્રયીને અનંતરલિંગ અને પરંપરલિંગ એમ બે રીતે વિચારણા થઈ શકે છે. આ બંને પ્રકારના લિંગની દષ્ટિએ ત્રણે-લિંગથી સિદ્ધ થાય છે. અર્થાત્ પૂર્વભવમાં ગમે તે લિંગવાળો જીવ વર્તમાનભવમાં ગમે તે લિંગે સિદ્ધ થઇ શકે